Skip to main content
Settings Settings for Dark

રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ મોરબીના ટંકારા ખાતે આર્યસમાજની મુલાકાત લીધી

Live TV

X
  • ગુજરાત નવનિયુક્ત રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ મોરબીના ટંકારા ખાતે આર્યસમાજની મુલાકાત લીધી હતી. રાજ્યપાલશ્રી પોતાના પત્ની સાથે ટંકારા મહર્ષિ દયાનંદ સરસ્વતીની જન્મભૂમિ ખાતે પહોંચ્યા હતા, જ્યાં તેમણે હવન કર્યો હતો, તેમજ મહર્ષિ દયાનંદની જન્મભૂમિ સહિતના સ્થળની મુલાકાત લીધી હતી.

    ગુજરાત નવનિયુક્ત રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ મોરબીના ટંકારા ખાતે આર્યસમાજની મુલાકાત લીધી હતી. રાજ્યપાલશ્રી પોતાના પત્ની સાથે ટંકારા મહર્ષિ દયાનંદ સરસ્વતીની જન્મભૂમિ ખાતે પહોંચ્યા હતા, જ્યાં તેમણે હવન કર્યો હતો, તેમજ મહર્ષિ દયાનંદની જન્મભૂમિ સહિતના સ્થળની મુલાકાત લીધી હતી. આ પ્રસંગે તેમણે આર્ય સમાજ ટ્રસ્ટના ટ્રસ્ટીઓ સાથે મહર્ષિ દયાનંદની જન્મભૂમિને તીર્થ ધામ તરીકે વિકસાવવા તેમજ અન્ય વિષયો પર વિગતે ચર્ચા કરી હતી. મીડિયા સાથેની વાતચીતમાં રાજ્યપાલે જણાવ્યું હતું કે મહર્ષિ દયાનંદે દેશના ખૂણે ખૂણે ફરીને વેદ અને ધર્મનો પ્રચાર કર્યો હતો, અને લોકોમાં સામાજિક અને રાષ્ટ્રીય ચેતના પેદા કરી હતી. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે યુવાનોને આઝાદીની લડત માટે તૈયાર કરવામાં તેમનું મહત્વનું યોગદાન રહ્યું છે.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-07-2026 Max Temp : °C Min Temp : °C
apply