Skip to main content
Settings Settings for Dark

મુખ્યમંત્રીએ મહાત્મા મંદિર ખાતે રેફ કોલ્ડ ઇન્ડિયા-2018નો શુભારંભ કરાવ્યો હતો

Live TV

X
  • રાજ્યમાં કોલ્ડ સ્ટોરેજ રેફ્રિજરેશનને પ્રોત્સાહન આપવા, રાજ્ય સરકાર કટિબદ્ધ છે, અને વધુ કોલ્ડ સ્ટોરેજની સુવિધા ઊભી થાય તે માટે પ્રયત્નશીલ છે: મુખ્યમંત્રી વિજય રૂપાણી

    મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ગાંધીનગરમાં મહાત્મા મંદિર ખાતે રેફ કોલ્ડ ઇન્ડિયા-2018નો શુભારંભ કરાવ્યો હતો. આ પ્રસંગે મુખ્યમંત્રીએ પત્રકારો સાથે વાત કરતાં જણાવ્યું હતું, કે રાજ્યમાં વિકાસની ક્ષિતિજો વિકસાવવા માટે માળખાગત સુવિધાઓ અનિવાર્ય છે. તેમણે વધુમાં ઉમેર્યું હતું, કે રાજ્યમાં કોલ્ડ સ્ટોરેજ રેફ્રિજરેશનને પ્રોત્સાહન આપવા, રાજ્ય સરકાર કટિબદ્ધ છે, અને વધુ કોલ્ડ સ્ટોરેજની સુવિધા ઊભી થાય તે માટે પ્રયત્નશીલ છે. ઉપરાંત રાજ્યમાં 2022 સુધીમાં હાલની કોલ્ડ સ્ટોરેજ સંગ્રહ ક્ષમતા વધારીને 30 લાખ મેટ્રીક ટન કરવાની  નેમ વ્યક્ત કરી છે. આ ત્રિદિવસીય રેફ કોલ્ડ પ્રદર્શનીમાં  ભારતના રાજ્યો ઉપરાંત દુનિયાના વિવિધ દેશોના 100થી વધુ એક્ઝીબીટર્સ ભાગ લઇ રહ્યા છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 19-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-05-2026 Max Temp : °C Min Temp : °C
apply