સ્ટેટ ઓફ ધ સ્ટેટ્સ કોન્કલેવ-2018 અંતર્ગત ગુજરાતને બેસ્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર એવોર્ડ એનાયત
Live TV
-
ગુજરાતમાં વિકાસના ફળો રાજ્યના દરેક ખૂણામાં પહોંચાડીને મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ગુજરાતને દેશમાં ડેવલોપમેન્ટનું રોલ મોડેલ બનાવ્યું.
ગુજરાતમાં વિકાસના ફળો રાજ્યના દરેક ખૂણામાં પહોંચાડીને મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ગુજરાતને દેશમાં ડેવલોપમેન્ટનું રોલ મોડેલ બનાવ્યું છે. ઇન્ડિયા ટુ-ડે ની સ્ટેટ ઓફ ધ સ્ટેટ્સ કોન્કલેવ-2018 અંતર્ગત ગુજરાતને બેસ્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે. ત્યારે મુખ્યમંત્રી વિજય રૂપાણીને ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુના હસ્તે એવોર્ડ આપવામાં આવ્યો. મુખ્યમંત્રીએ જણાવ્યું કે ગુજરાત દેશના અતિ ઝડપી વિકાસ પામતા રાજ્યોમાં અગ્રેસર છે. ગુજરાત ડ્રગ્સ એન્ડ ફાર્માસ્યુટિકલ્સ, ડેરી, એન્જીનીયરીંગ, ટેક્ષટાઇલ જેવા ક્ષેત્રોમાં, નેશનલ લીડર રહ્યું છે. વધુમાં જણાવ્યું , કે માત્ર ઉદ્યોગો જ નહીં, આરોગ્ય, શિક્ષણ, લઘુ ઉદ્યોગ ક્ષેત્ર, તથા મહિલા સશક્તિકરણ જેવા વિષયોમાં પણ ભાવિ દીર્ઘદ્રષ્ટિ સાથે ગુજરાત શ્રેષ્ઠ રાજ્ય બની દેશના અતિ ઝડપી વિકસીત રાજ્યોમાં અગ્રેસર બન્યું છે.
