Skip to main content
Settings Settings for Dark

મુખ્યમંત્રીએ રાજ્યનાં શહેરી વિકાસને ગતિ આપવા એક જ દિવસમાં ૮ ટાઉન પ્લાનિંગ સ્કીમને આપી મંજૂરી

Live TV

X
  • મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાતના શહેરી વિકાસને ગતિ આપવા ચાર શહેરોની કુલ આઠ ટાઉન પ્લાનિંગ સ્કીમને મંજૂરી આપી છે. મુખ્યમંત્રીએ મંજૂર કરેલી સાત ડ્રાફટ સ્કીમોમાં અમદાવાદના નરોડામાં ટી.પી. સ્કીમ નં. ૧ર૪-એ,બી,સી,ડી, અને સાંતેજમાં ટી.પી. સ્કીમ નં. ૧૫૩, રાજકોટની વાવડીમાં ટી.પી. સ્કીમ નં. રપ તેમજ ભાવનગરના સીદસરમાં ટી.પી. સ્કીમ નં. ર૮ નો સમાવેશ થાય છે. અમદાવાદ, રાજકોટ અને ભાવનગરની આ ૦૭ ડ્રાફટ ટી.પી. સ્કીમો મંજૂર થવાથી કુલ ૭ર.૩૪ હેકટર્સ જમીન સંપ્રાપ્ત થશે. 

    આ ઉપરાંત પાટણ વિસ્તારની ૦૧ પ્રિલીમીનરી સ્કીમને પણ મંજુરી આપવામાં આવી છે. જેનાથી કુલ ૧૩.૯૭ હેકટર્સ જમીન સંપ્રાપ્ત થશે. આમ, રાજ્યના કુલ ૪ શહેરોની ૮ ટાઉન પ્લાનીંગ સ્કીમ મંજૂર થવાથી સમગ્રતયા ૮૬.૩૧ હેકટર્સ જમીન સંપ્રાપ્ત થશે. અત્રે ઉલ્લેખનીય છે કે, આ ૮ ટાઉન પ્લાનીંગ સ્કીમ મંજૂર થતા સંપ્રાપ્ત જમીન પર સંબંધિત સત્તામંડળ જાહેર સુવિધા અને વિકાસ કામો કરી શકશે. આ ચાર શહેરોમાં સંપ્રાપ્ત જમીન પર સામાજીક અને આર્થિક રીતે નબળા વર્ગના લોકોના રહેઠાંણ, ખૂલ્લી જગ્યા, બાગ-બગીચાનું નિર્માણ થઇ શકશે તેમજ આંતરમાળખાકીય સવલતોના ખર્ચને પહોંચી વળવા વેચાણ માટેની જમીન પણ ઉપલબ્ધ બનશે. ચાર શહેરોની કુલ ૮ ટાઉન પ્લાનીંગ સ્કીમો મંજૂર થતા રાજ્યના નગરોના સુગ્રથિત અને સુઆયોજીત ઝડપી વિકાસની નેમ સાકાર થશે. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 19-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 20-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 21-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 22-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 23-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 24-05-2024 Max Temp : °C Min Temp : °C
apply