Skip to main content
Settings Settings for Dark

મુખ્યમંત્રીએ રાજ્યના ઐતિહાસિક 5 સ્મારકોમાં રિસ્ટોરેશનના કામોની મંજૂરી આપી

Live TV

X
  • મુખ્યમંત્રીએ  આપેલી આ મંજૂરી અનુસાર આ પાંચ સ્મારકોમાં પ્રત્યેક સ્મારક દીઠ રૂ. ૧-૧ કરોડનો ખર્ચ કરીને સ્મારકોનું સંરક્ષણ, જિર્ણોદ્ધાર, પરિસર વિકાસ તેમજ વૃક્ષારોપણ, બ્યૂટીફિકેશનના કામો અને પર્યટક સુવિધા વૃદ્ધિની કામગીરીને આવરી લેવામાં આવશે. રાજ્ય સરકારે ર૦ર૧-રરના બજેટમાં આ હેતુસર પાંચ કરોડ રૂપિયા ફાળવ્યા છે. મુખ્યમંત્રીએ રાજ્યના ઐતિહાસિક, પુરાતત્વીય અને ધાર્મિક-સાંસ્કૃતિક મહત્વ ધરાવતા જે પાંચ રાજ્ય રક્ષિત સ્મારકોમાં કોન્ઝરવેશન-રિસ્ટોરેશનના કામોની મંજૂરી આપી છે

    પાંચ રાજ્ય રક્ષિત સ્મારકોના નામ

    1 - કલેશ્વરી સ્મારક સમૂહ ગામ: લવાણા તા.લુણાવાડા જિ: મહીસાગર

    2 - પુઅરેશ્વર મંદિર (પંઅુરાગઢ નજીક) ગામ: મંજલ તા: નખત્રાણા જિ. કચ્છ

    3 - તરણેતર મંદિર ગામ:થાન તા: ચોટીલા જિ: સુરેન્દ્રનગર

    4 - પ્રાચીન જૈન મંદિર (સંગ્રહાલયનું મકાન) ગામ:પ્રભાસ પાટણ તા: વેરાવળ પાટણ જિ: જુનાગઢ

    5 - ખંભાલીડા બૌદ્ધ ગુફાઓ ગામ:ખંભાલીડા તા:ગોંડલ જિ:રાજકોટ

    આ પાંચ રાજ્યરક્ષિત સ્મારકોનું પૂરારક્ષણ, રિસ્ટ્રોરેશન કામ હાથ ધરાવાનું છે. રાજ્યમાં ૩૬ર જેટલા આવા રાજ્ય સ્મારકોની નિભાવ, જાળવણીની કામગીરી પૂરાતત્વ અને સંગ્રહાલય નિયામક કચેરી દ્વારા કરવામાં આવે છે.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 22-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 25-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 26-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 27-05-2026 Max Temp : °C Min Temp : °C
apply