મુખ્યમંત્રીના અધ્યક્ષસ્થાને કોર કમિટિની ઉચ્ચસ્તરીય બેઠક યોજાઈ
Live TV
-
મુખ્યમંત્રીએ ઝીરો કેઝ્યુઆલીટીના એપ્રોચ સાથે વહીવટી તંત્રને તમામ તૈયારીઓ કરવા સૂચના આપી
અરબી સમુદ્રમાં સ્થિત થયેલું તૌકતે ચક્રવાત છ કલાકમાં સિવિયર સાયક્લોન બનશે. તે વેરાવળ થી 930 કિલોમીટર દુર ગુજરાતના દરિયા કિનારે પહોંચશે. ચક્રવાત 18 તારીખે બપોર પછી પોરબંદર અને નલિયા વચ્ચેથી પસાર થશે. આગામી 12 કલાકમાં વેરી સીવિયર સાયક્લોન બનશે. જેથી આજથી જ સૌરાષ્ટ્રના દરિયા કિનારે વરસાદની શરૂઆત થઇ જશે. ગુજરાત પર આવી રહેલા સંભવિત વાવાઝોડા તૌકતેની હાલની સ્થિતિ અને આ વાવાઝોડાના સામના માટેની રાજ્ય સરકારની સજ્જતાની સંપૂર્ણ તૈયારીઓની સર્વગ્રાહી સમીક્ષા માટે મુખ્યમંત્રી વિજય રૂપાણીના અધ્યક્ષસ્થાને કોર કમિટિની ઉચ્ચસ્તરીય બેઠક યોજી હતી. મુખ્યમંત્રીએ ઝીરો કેઝ્યુઆલીટીના એપ્રોચ સાથે વહીવટી તંત્રને તમામ તૈયારીઓ કરવા સૂચના આપી હતી. કોવિડ-૧૯ની પ્રવર્તમાન પરિસ્થિતિ ધ્યાને લઈને સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયાકાંઠાના જિલ્લાઓ જ્યાં આ વાવાઝોડાની અસર થઈ શકે છે. તે જિલ્લાઓમાં કોવિડ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા ગંભીર દર્દીઓ માટે વિશેષ વ્યવસ્થાઓ ઉપર ભાર મૂકાયો છે. તેમજ દરિયામાં માછીમારી માટે ગયેલા માછીમારો તત્કાલ સુરક્ષિત પરત ફરે તેવી વ્યવસ્થાઓ સુનિશ્વિત કરવા સંબંધિત જિલ્લા કલેક્ટરોને સૂચના આપવામાં આવી છે.
