Skip to main content
Settings Settings for Dark

મુખ્યમંત્રીના હસ્તે IFFCO ઉત્પાદિત વિશ્વ પ્રથમ નેનો યુરિયા ખાતર લિક્વિડની વર્ચ્યુઅલી શરૂઆત

Live TV

X
  • મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા કલોકમાં આવેલા ઇફ્કો દ્વારા  ઉત્પાદિત વિશ્વના પ્રથમ નેનો યુરિયા ખાતર - લિક્વિડને ગાંધીનગરથી વર્ચ્યુઅલી શરૂઆત કરાઈ હતી. મુખ્યમંત્રીએ આ પ્રંસગે કહ્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં રાજ્ય સરકાર સતત ખેડૂતોના હિત માટે કાર્ય કરી રહી છે. ઈફ્કોના અતિઆધુનિક પ્લાન્ટ દ્વારા ખેડૂતોને સબસીડીવાળું  નેનો ફર્ટિલાઈઝર યુરીયા 10 ટકા ઓછા દરે આપવામાં આવશે, જેનાથી ખેડૂતોની આર્થિક સ્થિતિ સુધરશે અને તે ભૂમિ અસંતુલન દૂર કરવામાં પણ ઉપયોગી થશે

    વિશ્વમાં સૌ પ્રથમ વખત ઇફ્કો- કલોલ ખાતે નેનો બાયોટેકનોલોજી રિસર્ચ સેન્ટર - NBRCમાં નેનો ફર્ટિલાઇઝર તૈયાર કરવામાં આવ્યું છે. અગાઉ કેન્દ્રિય મંત્રી મનસુખ માંડવિયાએ ઈફ્કોના અતિઆધુનિક પ્લાન્ટની મુલાકાત લઈને નેનો યુરિયા ખાતરના ઉત્પાદનની પ્રગતિની સમીક્ષા પણ કરી હતી. તેમણે નેનો યુરિયાની એક બેચને લીલી ઝંડી બતાવીને રવાના કરી હતી. તેમણે જણાવ્યું કે ઈકો ફ્રેન્ડલી નેનો યુરિયા ખાતર ખેડૂતો માટે આર્થિક બચત અને વધુ ઉપજ સુનિશ્ચિત કરશે.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-07-2026 Max Temp : °C Min Temp : °C
apply