રાજ્યના વહીવટી તંત્રમાં મોટો ફેરફાર, 77 IAS અધિકારીઓની બદલી કરાઈ
Live TV
-
રાજ્ય સરકારે 77 IAS અધિકારીઓ સહિત કેટલાંક જિલ્લાના કલેક્ટરો અને ડીડીઓની પણ બદલી કરી છે.
રાજ્યના વહીવટી તંત્રમાં મોટો ફેરફાર કરાયો છે. રાજ્ય સરકારે 77 IAS અધિકારીઓ સહિત કેટલાંક જિલ્લાના કલેક્ટરો અને ડીડીઓની પણ બદલી કરી છે. જે અંતર્ગત રાજકોટના જિલ્લા કલેકટર રેમ્યા મોહનની નેશનલ હેલ્થ કમિશનમાં ડિરેકટર પદે નિમણૂંક કરવામાં આવી છે. જ્યારે મનપાના કમિશનર ઉદિત અગ્રવાલની મહેસાણા જિલ્લા કલેકટર તરીકે બદલી કરી છે. તો પંચમહાલ-ગોધરાના કલેક્ટર અમિત અરોરાની રાજકોટ મ્યુનિસિપલ કમિશ્નર તરીકે પસંદગી કરવામાં આવી છે.
રાજ્યના 77 IAS અધિકારીઓની બદલી, જાણો કોની ક્યાં કરાઇ બદલી ?#IAS pic.twitter.com/t32CGpv27a
— DD News Gujarati (@DDNewsGujarati) June 19, 2021
આ ઉપરાંત સુરતના કલેકટર ધવલ પટેલની ગુડાનાં CEO તરીકે બદલી કરવામાં આવી છે. હર્ષદ પટેલની GSRTCના વાઈસ ચેરમેન અને એમડી તરીકે બદલી કરવામાં આવી છે. પી.ભારતીની ગાંધીનગરમાં લેબર કમિશનર તરીકે બદલી કરાય છે. આર.બી.બારડની વડોદરાના કલેક્ટર તરીકે બદલી કરવામાં આવી છે. આ કડીમાં આદ્રા અગ્રવાલની ગાંધીનગરમાં મહેસૂલ વિભાગના અધિક સચિવ તરીકે બદલી કરવામાં આવી છે. રવિશંકરની સ્ટેચ્યુ ઓફ યુનિટીના ચીફ એડમિનીસ્ટ્રેટર તરીકે બદલી કરવામાં આવી છે.
