મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાતના સ્થાપના દિવસની સૌ ગુજરાતીઓને હાર્દિક શુભકામના પાઠવી
Live TV
-
મુખ્યમંત્રીએ સોશિયલ મિડીયાના માધ્યમથી શુભેચ્છાઓ પાઠવતા જણાવ્યું કે, ગુજરાતની સ્થાપનામાં અને ગૌરવશાળી વિકાસમાં યોગદાન આપનાર સૌને સાદર વંદન પાઠવું છું. ગુજરાતની પુણ્યધરા પર દૈવી તત્વના આશિષ છે, અહીં સંતો-સાધુજનોનું તપોબળ છે, અહીં પ્રકૃતિની મહેર છે, શૂરવીરોનું શૌર્ય છે, ઉદ્યમશીલતાના વૈભવથી આપણું ગુજરાત સુશોભિત છે.
સૌ ગુજરાતીઓ સહિયારા પુરુષાર્થથી અમૃતકાળમાં વિકસિત ગુજરાતનું નિર્માણ કરે તથા ગુજરાતનો વિકાસ અવિરત વધતો રહે અને સૌ નાગરિકોના જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ સદાકાળ બની રહે એવી અભ્યર્થના પણ તેમણે ગુજરાત ગૌરવ દિવસની શુભકામનાઓમાં વ્યક્ત કરી છે.