Skip to main content
Settings Settings for Dark

દિવ્યાંગોને મતદાન માટે કોઇ મુશ્કેલી ના પડે તે માટે તંત્ર સજ્જ

Live TV

X
  • ગાંધીનગર જિલ્લામાં લોકશાહીના અવસર સમી લોકસભા સામાન્ય ચૂંટણીમાં વધુમાં વધુ મતદાન થાય તેને પ્રાધાન્ય આપવામાં આવી રહ્યું છે. ગાંધીનગર જિલ્લામાં સમાવિષ્ટ પાંચેય વિધાનસભા મતદાર વિભાગમાં વરિષ્ઠ નાગરિકો અને દિવ્યાંગો પણ સરળતાથી પોતા મતાધિકારનો ઉપયોગ કરે તે માટે સુચારું આયોજન જિલ્લા ચૂંટણી અધિકારી મેહુલ દવેના માર્ગદર્શન હેઠળ ગોઠવવામાં આવ્યું છે. ગાંધીનગર જિલ્લાની પાંચ વિધાનસભા બેઠકોમાં 11 હજાર કરતાં વધુ દિવ્યાંગો માટે સુચારું વ્યવસ્થા ગોઠવામાં આવી છે. 
        
    લોકસભા સામાન્ય ચૂંટણી- 2024નું મતદાન 7મી મે, 2024ના રોજ યોજાનાર છે. મતદાન કરવાનો સમય સવારના 7 કલાક થી સાંજના 6 કલાક નિયત કરવામાં આવ્યો છે. આ સમયે તમામ મતદારો પોતાના અમૂલ્ય મતાધિકારનો ઉપયોગ સરળતાથી કરી શકે તે માટે પીવાના પાણી, મંડપ અને વાહન પાર્કિંગ જેવી પ્રાથમિક સુવિધાઓ તમામ મતદાન મથકો ખાતે આપવામાં આવનાર છે. 

    તેની સાથે ગાંધીનગર જિલ્લામાં સમાવિષ્ટ પાંચ વિધાનસભા મતદાર વિભાગમાં કુલ-11, 475 દિવ્યાંગ મતદારોનો સમાવેશ થાય છે. આ દિવ્યાંગ મતદારો પોતાના મતાધિકારનો સરળતાથી ઉપયોગ કરી શકે તે માટે ગાંધીનગર જિલ્લા ચૂંટણી તંત્ર સજ્જ થયું છે. જિલ્લા ચૂંટણી અધિકારી મેહુલ દવેના માર્ગદર્શન હેઠળ સુચારું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં મતદાન મથકો માટે 670 વ્હિલચેર તથા રેમ્પ, 1024 સહાયકો, મુક બધિર દિવ્યાંગ મતદારો માટે 05 સાઇન લેંગ્વેજ શિક્ષકો ફાળવવામાં આવ્યા છે. દિવ્યાંગ મતદારોને મતદાન કરવા બાબતે કોઇ પણ મુશ્કેલી ન પડે તે માટે હેલ્પ લાઇન ટોલફ્રી નંબર 1950 જાહેર કરેલ છે. જેથી તમામ દિવ્યાંગ મતદારો લોકશાહિના અવસર પર લોકસભાની સામાન્ય ચૂંટણીમાં મતદાન સરળતાથી અને ગૌરવભેર કરી શકશે. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 20-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 21-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 22-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 23-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 24-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 25-05-2024 Max Temp : °C Min Temp : °C
apply