Skip to main content
Settings Settings for Dark

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કૃષિ વિભાગના અધિકારીઓની બોલાવી  બેઠક 

Live TV

X
  • કૃષિ વિભાગના અધિક મુખ્ય સચિવ પૂનમચંદ પરમારે જણાવ્યુ હતું કે, ખેડૂતોને જો નુકસાન થયું હોય તો 72 કલાકની અંદર ઇન્સ્યોરન્સ કંપનીને ટોલ ફ્રી નંબર મારફતે જાણ કરવાની રહેશે

    મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ખેડૂતોનાં હિતને ધ્યાનમાં રાખીને કૃષિ વિભાગના અધિકારીઓની એક બેઠક બોલાવી હતી. જેમાં છેલ્લા ત્રણ દિવસ પડેલા વરસાદમાં ખેડૂતોને થયેલા પાકની નુકસાની અંગે ચર્ચા કરવામાં આવી હતી. તેમજ ખેડૂતોને ઇન્સ્યોરન્સ કંપની દ્વારા ક્રોપ ઇન્સ્યોરન્સ ચૂકવાય તે માટે ખેડૂતોને 72 કલાકની અંદર ઇન્સ્યોરન્સ કંપનીને જાણ કરવા માટે જણાવ્યુ છે. કૃષિ વિભાગના અધિક મુખ્ય સચિવ પૂનમચંદ પરમારે જણાવ્યુ હતું કે, ખેડૂતોને જો નુકસાન થયું હોય તો 72 કલાકની અંદર ઇન્સ્યોરન્સ કંપનીને ટોલ ફ્રી નંબર મારફતે જાણ કરવાની રહેશે. 33 જિલ્લામાં 4 ઇન્સ્યોરન્સ કંપની કાર્યરત છે. જેના દ્વારા ખેડૂતોને નુક્સાનની ભરપાઇ કરવામાં આવશે. પુનમચંદ પરમારે જણાવ્યું હતું કે, 18 જિલ્લાના 44 તાલુકામાં કમોસમી વરસાદ થયો હતો જેનાં લીધે નુકસાન થયું છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 25-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 26-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
apply