26 લાખ લોકોએ સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લીધી
Live TV
-
રાષ્ટ્રીય એકતા ટ્રસ્ટને અત્યાર સુધીમાં 17 કરોડથી વધારેની આવક
આજે સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિની ભવ્ય ઉજવણી કેવડિયા ખાતે થઇ રહી છે. એક વર્ષ પહેલા અહીં લોહપુરુષની લોહ પ્રતિમાની અહીં સ્થાપના કરવામાં આવી હતી. આ એક વર્ષમાં દેશ-વિદેશના 26 લાખ લોકોએ સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લીધી હતી. પ્રતિમાનુ અનાવરણ થયું તેના પહેલા 11 દિવસમાં જ 1 લાખ 28 હજારથી વધારે પ્રવાસીઓ અહીં આવ્યાં હતા. ઉલ્લેખનીય છે કે આ વર્ષે જન્માષ્ટમીના દિવસે 34000 હજાર પ્રવાસીઓ સરદારની પ્રતિમાને જોવા પહોચ્યા હતી, જે અત્યાર સુધીની સૌથી વધારે સંખ્યા હતી. જન્માષ્ટમીના બે દિવસોમાં 66,000 લોકો આવવાથી મેનેજમેન્ટને 1 કરોડની આવક થઇ હતી. સરદાર વલ્લભભાઈ પટેલના રાષ્ટ્રીય એકતા ટ્રસ્ટને અત્યારસુધીમાં 17 કરોડથી વધારેની આવક પ્રાપ્ત થઇ હતી.
