રાષ્ટ્રીય એકતા દિવસ: જવાનોની દિલધડક પરેડ
Live TV
-
સરદાર પટેલને પુષ્પાંજલિ અર્પણ કર્યા બાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કેવડિયાના પરેડ ગ્રાઉન્ડ ખાતે યોજાયેલી એકતા દિવસ પરેડના કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. સૈન્યના મ્યુઝિકલ બેન્ડ સાથે જવાનોએ દિલધડક પરેડ યોજી હતી..
કેવડિયા ખાતે ભવ્ય એકતા દિવસ પરેડમાં NSG, બીએસએફ અને સી.આઈ.એસ.એફ., તેમજ સીઆરપીએફના જવાનો સામેલ થયાં હતાં. આ ઉપરાંત ગુજરાત પોલીસ, જમ્મુ-કાશ્મીર પોલીસ, કર્ણાટક પોલીસ, ઓડિશા પોલીસ, તેમજ આઈ.ટી.બી.પી., સહીત અન્ય સુરક્ષા દળની ટીમ જોડાઈ હતી
દેશના જાંબાજ જવાનોએ પ્રધાનમંત્રી સમક્ષ પોતાના શૌર્યનો પરચો આપતા વિવિધ કરતબો બતાવ્યા હતાં. જેમાંથી CISFના જવાનોએ ઈન્ટરનેશનલ એરપોર્ટનું ડેમોસ્ટ્રેશન બતાવ્યુ હતું જેમાં એક કાર દ્વારા આતંકવાદી હુમલો થયા બાદ કેવી રીતે જવાનોએ યુદ્ધના ધોરણે તમામને ઠાર કરે છે તેનું લાઈવ ડેમો બતાવીને સૌને મંત્ર મુગ્ધ કર્યા હતાં. આ ઉપરાંત વિવિધ ફોર્સ દ્વારા શૌર્ય કરતબ બતાવવામાં આવ્યા હતા.
