મુખ્યમંત્રી વિજય રૂપાણીના ગીર સોમનાથ પ્રવાસનો આજે બીજો દિવસ
Live TV
-
મુખ્યમંત્રી વિજય રૂપાણીના ગીર સોમનાથ પ્રવાસનો આજે બીજો દિવસ છે. ત્યારે ગઈકાલે તેમણે વેરાવળ-પાટણ સંયુક્ત નગરપાલિકા વિસ્તારમાં સ્ટોર્મ વોટર ડ્રેનેજ અને ફૂટપાથના કામનું ખાતમુહુર્ત કર્યુ હતુ. 10.26 કરોડના ખર્ચે પાણી નિકાલની વ્યવસ્થા કરાઇ છે. પાણી પુરવઠા યોજનાના 53 MLD કેપેસીટીના વોટર ટ્રીટમેંટ પ્લાન્ટને પણ તેમણે ખુલ્લો મુક્યો હતો. આ પ્લાન્ટ 5.60 કરોડના ખર્ચે નિર્માણ પામ્યો છે. સાથે જ નાયબ પોલીસ અધિક્ષક વેરાવળની 31.97 લાખના ખર્ચે બનેલી કચેરીનું પણ સીએમએ લોકાર્પણ કર્યુ હતુ. સીએમ રૂપાણીએ ગીર સોમનાથ જિલ્લાના અધિકારીઓ સાથે બેઠક યોજી હતી. અને રસીકરણની કામગીરી અંગે સમીક્ષા કરી હતી. આ ઉપરાંત કોરોનાની ત્રીજી લહેરને પહોંચી વળવા માટે તંત્રની કેવી તૈયારીઓ છે, તે અંગે માહિતી પણ તેમણે મેળવી હતી તથા શાળાઓ ખોલવા માટે હજી થોડી રાહ જોવી પડશે. ગીરસોમનાથના ત્રણ તાલુકાના ખેડૂતોની પાણીની સમસ્યા 102 કરોડની સિંચાઈ યોજના દ્વારા હલ થવાની પણ વાત કરી હતી.
