Skip to main content
Settings Settings for Dark

અંકલેશ્વર : GIDCમાં આવેલી જયાબેન મોદી હોસ્પિટલ ખાતે રૂ 25 લાખના ખર્ચે ઓક્સિજન પ્લાન્ટ તૈયાર કરાયો 

Live TV

X
  • અંકલેશ્વર GIDCમાં આવેલી જયાબેન મોદી હોસ્પિટલ ખાતે રૂપિયા 25 લાખના ખર્ચે ઓક્સિજન પ્લાન્ટ તૈયાર કરાયો છે. જેનું લોકાર્પણ કેબિનેટ મંત્રી ઇશ્વરસિંહ પટેલના હસ્તે કરાયુ હતુ. લુપીન લિમિટેડ કંપનીના સ્થાપક ડૉ. દેશબંધુ દાસ ગુપ્તાના નિર્વાણ દિન નિમિત્તે સેવા  દિનની ઉજવણી કરવામાં આવી હતી. જેના ભાગરૂપે લુપીન હ્યુમન વેલ્ફેર એન્ડ રિસર્ચ ફાઉન્ડેશન દ્વારા  25 લાખના ખર્ચે આ ઓક્સિજન પ્લાન્ટ તૈયાર કરવામાં આવ્યો હતો. કાર્યક્રમ દરમિયાન કેબિનેટ મંત્રી ઇશ્વરસિંહ પટેલે નેત્રંગના કૌશલ્ય વર્ધન કેન્દ્રનું પણ ઇ  લોકાર્પણ કર્યુ હતુ. લુપીન કંપની ખાતે વૃક્ષારોપણ પણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે જિલ્લા કલેક્ટર એમ.ડી.મોડિયા, જયાબેન મોદી હોસ્પિટલના ટ્રસ્ટીઓ, તબીબો અને લુપીન કંપનીના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 09-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-07-2026 Max Temp : °C Min Temp : °C
apply