મુખ્યમંત્રી વિજય રૂપાણીના હસ્તે અમદાવાદ નેશનલ બુકફેર 2019નો કરાયો શુભારંભ
Live TV
-
ફાયર સ્ટેશન અને ફાયર સ્ટાફ ક્વાર્ટસ તથા મલ્ટીલેવર પાર્કિંગના ખાતમુહૂર્ત સહિત પાંચ નવી મોબાઈલ મેડિકલ વાનનું પણ કર્યુ લોકાર્પણ
મુખ્મમંત્રી વિજય રૂપાણીએ અમદાવાદ નેશનલ બુક ફેર 2019નો શુભારંભ કરાવ્યો હતો. દેશના તમામ પલ્બિશર્સ અને ડિસ્ટ્રીબ્યુટર્સ એક જ સ્થળે ભેગા થાય અને નાગરિકોને ઉપયોગી અને પસંદગીના પુસ્તકો મળી રહે તેમજ નાગરિકોનો વાંચનમાં રસ વધે તે માટે આ બુક ફેરનું આયોજન કરવામાં આવે છે. બુક ફેરમાં મુલાકાતીઓ માટે પુસ્તક પરબ, થીમ બેઝ્ડ ડેકોરેશન અને સંપૂર્ણ વાતાનુકૂલિત એક્ઝિબિનશ અને સેમિનાર હોલ બનાવવામાં આવેલ છે. આ સાથે જ મુખ્યમંત્રીએ ફાયર સ્ટેશન અને ફાયર સ્ટાફ ક્વાર્ટસ તથા મલ્ટીલેવલ પાર્કિંગનું ખાતમુહૂર્ત અને પાંચ નવી મોબાઈલ વાનનું લોકાર્પણ પણ કર્યુ હતુ