મુંબઈથી દીવ સુધી 'જલેશ કુ્ઝ' સેવાનો થયો પ્રારંભ
Live TV
-
પ્રવાસીઓએ ઉછળતા દરિયાઈ મોજા સહિત ફાઈવ સ્ટાર હોટલની સુવિધાને માણી
કેન્દ્રશાસિત પ્રદેશ તેમજ મીની ગોવા તરીકે જાણીતા દીવ માટે જલેશ નામની ક્રુઝ શીપ સેવા મુંબઇથી દિવ માટે શરૂ કરવામાં આવી છે. જલેશ નામનું ક્રુઝ મુંબઈથી 370 પર્યટકોને લઈને દીવ આવી પહોંચ્યું હતું. જ્યાં દીવના કિનારે પર્યટકોનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. આ ક્રુઝ મહિનામાં ત્રણ વખત મુંબઈ અને દીવ વચ્ચે ફેરો લગાવશે. જેથી દેશ વિદેશના અનેક સહેલાણીઓને મુંબઈ અને દીવ વચ્ચે દરિયાઈ સફરનો આનંદ માણવા મળશે. મહત્વનું છે કે દમણ-દીવ અને દાદરા નગર હવેલીના પ્રશાસકો દ્વારા પહેલાં દીવથી દમણ હેલિકોપ્ટર સેવા અને ત્યાર બાદ હવે દરિયાઈ માર્ગ દ્વારા પર્યટકોને બીજી ભેટ આપવા બદલ પર્યટકોમાં આનંદની લાગણી છવાઈ છે.