Skip to main content
Settings Settings for Dark

20 નવેમ્બરથી રાજ્યના 16 ચેકપોસ્ટ કરાશે નાબૂદ

Live TV

X
  • વાહન વ્યવહારને ઝડપી, કાર્યક્ષમ, પારદર્શક બનાવવા રાજ્ય સરકારનો ઐતિહાસિક નિર્ણય

    ગુજરાત સરકારે ઐતિહાસિક નિર્ણય લેતાં વાહન વ્યવહાર ખાતા હસ્તકની ૧૬ ચેકપોસ્ટ કાયમી ધોરણે નાબુદ કરવાની જાહેરાત કરી છે. તા. ૨૦ નવેમ્બરથી સરકારે આ તમામ ચેકપોસ્ટ નાબુદ કરવાની જાહેરાત કરી છે. જોકે ચેકપોસ્ટ નાબુદ કરવાથી રાજ્ય સરકાર દ્વારા રોડ સેફ્ટી માટે કોઇ સમાધાન કરવામાં આવશે નહીં. ચેકપોસ્ટના વિકલ્પરૂપે રાજ્ય સરકાર વાહન માલિકો અને ટ્રાન્સપોર્ટરો ઉપર વિશ્વાસ અને ભરોસો મૂકશે. રાજ્ય સરકારના આ નિર્ણયને પ્રચાર-પ્રસારથી અન્ય રાજયના ટ્રાન્સપોર્ટ એસોસીએશન અને ટ્રક એસોસીએશનને જાગૃત કરવામાં આવેલ છે. મહત્વનું છે કે હાલ ગુજરાત રાજયની ચેકપોસ્ટ પરની આવક રૂા. ૩૩૨ કરોડ ચેકપોસ્ટ ઉપર વસુલ કરવામાં આવતી હતી. તે હવે જે આવક ઓવરડાયમેન્શન (ઓડીસી) મોડયુલ દ્વારા વસુલ કરવામાં આવશે. ઓવર ડાયમેન્શન કાર્ગો (ઓડીસી) મોડયુલ પર વાહન માલિક કે ટ્રાન્સપોર્ટર વાહન અને માલ સંબંધિત સ્વૈરછિક જાહેરાત દ્વારા વાહન અને માલની લંબાઇ, પહોળાઇ, ઉંચાઇ જાહેર કરી શકશે અને ભરવાપાત્ર રકમ ઓનલાઇન ભરી શકશે. પરવાનગી ફકત વાહનના માપ અને માલના ઓવરડાયમેન્શન પૂરતી છે. ઓવરલોડ માલની પરવાનગી ઓડીસી મોડયુલ પર મળશે નહીં. ઓવરલોડ માલનું પરિવહન પ્રતિબંધિત છે. જો કોઇ વાહન માલિક ખોટી માહિતી ઓનલાઇન જાહેર કરશે અને પકડાશે તો બમણાં દંડની વસુલાત કરવામાં આવશે. ઓડીસ મોડયુલ દ્રારા બસ અને ટેક્ષી-મેક્ષીનો ટેક્ષ અને ફી પણ ઓનલાઇન ભરી શકાશે. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 26-12-2024 Max Temp : °C Min Temp : °C
    • 27-12-2024 Max Temp : °C Min Temp : °C
    • 28-12-2024 Max Temp : °C Min Temp : °C
    • 29-12-2024 Max Temp : °C Min Temp : °C
    • 30-12-2024 Max Temp : °C Min Temp : °C
    • 31-12-2024 Max Temp : °C Min Temp : °C
apply