ગુજરાત વિધાનસભાના શિયાળુ સત્રની જાહેરાત
Live TV
-
9થી 11 ડિસેમ્બર ત્રણ દિવસ માટે મળશે વિધાનસભાનું સત્ર- બંધારણ સભા અને ગાંધીજીની 150મી જયંતિના સંદર્ભે પ્રસ્તાવો લવાશે
ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી વિજય રૂપાણીની અધ્યક્ષતામાં આજે કેબિનેટની બેઠક મળી હતી. બેઠક બાદ ગૃહરાજ્યમંત્રી પ્રદીપ સિંહ જાડેજાએ પત્રકારોને માહિતી આપતા જણાવ્યું હતું કે, આગામી 9 ડિસેમ્બરથી ત્રણ દિવસીય વિધાનસભાનું સત્ર યોજાશે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે નવ ડિસેમ્બરની પ્રથમ બેઠક શોકસભાની રહેશે. બીજી બેઠકમાં બંધારણીય દિવસની ઉજવણીના સાપેક્ષમાં પ્રસ્તાવ અને સરકારી કામકાજ અને સરકારી વિધેયકો જેવા વિષયો પર ચર્ચા થશે અને ત્રીજી બેઠકમા મહાત્મા ગાંધીજીની 150મી જન્મજયંતીની ઉજવણીના સંદર્ભમાં વિધાનસભામાં પ્રસ્તાવ મુકવામાં આવશે.