મુખ્યમંત્રી વિજય રૂપાણીની અધ્યક્ષતામાં મળી ગુજરાત મંત્રીમંડળની બેઠક
Live TV
-
મુખ્યમંત્રી વિજય રૂપાણીની અધ્યક્ષતામાં આજે ગુજરાત મંત્રી મંડળની બેઠક મળી હતી. તેમાં રાજ્યમાં ઊભી થયેલી પાણીની સમસ્યાને પહોંચી વળવાના આયોજન પર ચર્ચા કરવામાં આવી હતી.આ ઉપરાંત અમદાવાદના કાંકરિયામાં રાઇડ તૂટી પડવા ની ઘટના પર પણ ચર્ચા કરવા માં આવી હતી. આગામી મહિને જન્માષ્ટમી આવતી હોવાથી મેળો લાગશે ,તેથી ત્યાં આ પ્રકારની ઘટના ન બને તે માટે વિચારણા કરવામાં આવી હતી. ચોમાસુ ખેંચાતાં રાજ્ય સરકાર દ્વારા કેવા પ્રકારના પગલાં લઈ શકાય તે માટે પણ પરામર્શ કરાયો હતો.
