Skip to main content
Settings Settings for Dark

"મેદસ્વિતા મુક્ત ગુજરાત" અભિયાન અંતર્ગત અમદાવાદ સિવિલ હોસ્પિટલની નવીન પહેલ

Live TV

X
  • મેદસ્વિતા ઘટાડવા તેમજ NCD ધરાવતા દર્દીઓ, કુપોષિત બાળક તથા સગર્ભા અને ધાત્રી માતાઓને નિષ્ણાત ડાયેટીશિયન દ્વારા યોગ્ય આહારની માર્ગદર્શિકા

    મેદસ્વિતા ઘટાડવા તેમજ NCD ધરાવતા દર્દીઓ, કુપોષિત બાળક તથા સગર્ભા અને ધાત્રી માતાઓને નિષ્ણાત ડાયેટીશિયન દ્વારા યોગ્ય આહારની માર્ગદર્શિકા, પોષણ કાઉન્સેલિંગ અને વ્યક્તિગત ડાયટ પ્લાન આપવામાં આવશે.પ્રધાનમંત્રી  મોદીના દેશમાંથી મેદસ્વિતા ઘટાડવાના સંકલ્પને સાર્થક કરવા  મુખ્યમંત્રી  ભૂપેન્દ્રભાઇ પટેલે સમગ્ર રાજયમાં આદરેલા મેદસ્વિતા મુક્ત ગુજરાત અભિયાન અંતર્ગત અમદાવાદ સિવિલ હોસ્પિટલ દ્વારા નવીન પહેલ હાથ ધરવામાં આવી છે.આરોગ્ય મંત્રી  ઋષિકેશ પટેલની સૂચનાને પગલે અમદાવાદ સિવિલ હોસ્પિટલની 1200 બેડ હોસ્પિટલમાં  "Dietician OPD" (રૂમ નં. G-025) શરૂ કરવામાં આવી છે.જે દરરોજ સવારે 9:00 થી 1:00 અને બપોરે 2:00 થી 5:00 સુધી કાર્યરત રહેશે.

    આ OPDમાં મેદસ્વિતા ઘટાડવાના આશય સાથે , NCD ધરાવતા દર્દીઓ, કુપોષિત બાળક તથા ગર્ભવતી અને સ્તનપાન કરાવતી સ્ત્રીઓને નિષ્ણાત ડાયેટીશિયન દ્વારા યોગ્ય આહારની માર્ગદર્શિકા, પોષણ કાઉન્સેલિંગ અને વ્યક્તિગત ડાયટ પ્લાન આપવામાં આવશે. BMI(Body Mass Index)  ઘટાડવા સંદર્ભે પણ યોગ્ય માર્ગદર્શન આપવામાં આવશે.આ સેવા દર્દીઓને તેમના આરોગ્યને સુધારવામાં, ઊર્જા વધારવામાં અને સમતુલિત જીવનશૈલી તરફ માર્ગદર્શન આપવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.
    આ સેવા સંપૂર્ણપણે નિઃશુલ્ક છે અને બધા જ માટે ખુલ્લી છે. 

    અત્રે નોંધનીય છે કે, ગુજરાત રાજ્ય Non-Communicable Diseases (NCDs) જેવી કે ડાયાબિટીસ, હાઈ બ્લડ પ્રેશર, હૃદયરોગ અને સ્થૂળતા સામે જાગૃતિ અને યોગ્ય પોષણ માર્ગદર્શન માટે મેદસ્વિતામુકત ગુજરાત અભિયાન અમલમાં છે. આ અભિયાનને વધુ સાર્થક બનાવવાના ઉમદા હેતુથી આ પહેલ હાથ ધરવામાં આવી હોવાનું સિવિલ હોસ્પિટલ સુપ્રિટેન્ડેન્ટ ડૉ.રાકેશ જોષીએ જણાવ્યું હતું.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 20-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 21-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 22-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 23-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 24-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 25-05-2025 Max Temp : °C Min Temp : °C
apply