Skip to main content
Settings Settings for Dark

સીઝફાયરની જાહેરાત બાદ કચ્છમાં દેખાયા 11 પાકિસ્તાની ડ્રોન, ગૃહ રાજ્યમંત્રીએ ટ્વીટ કરીને આપી માહિતી

Live TV

X
  • ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ ટ્વીટ કરીને જણાવ્યું કે, કચ્છ જિલ્લામાં કેટલાક ડ્રોન જોવા મળ્યા છે. અત્યારથી જ સંપૂર્ણ બ્લેકડાઉન લાગુ કરવામાં આવશે. સુરક્ષિત રહો, ગભરાશો નહીં. કચ્છ જિલ્લામાં ડ્રોન દેખાયા બાદ જિલ્લા કલેક્ટરે પણ તાત્કાલિક અસરથી સમગ્ર જિલ્લામાં બ્લેકઆઉટ જાહેર કર્યું છે અને તેનું ચુસ્તપણે પાલન કરવા માટે નાગરિકોને અપીલ કરી છે.

    સીઝફાયરની જાહેરાત થતાં જ લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો. પરંતુ પાકિસ્તાને સીઝફાયરની જાહેરાતના 3 જ કલાકમાં તેનું ઉલ્લંઘન કરી દીધું હતું. કચ્છમાં યુદ્ધવિરામના 3 કલાક બાદ હરામીનાળા અને જખૌ પાસે પાકિસ્તાની ડ્રોન દેખાતા સેના ફરી એક્શનમાં આવી ગઇ હતી. સેનાએ 11 જેટલા ડ્રોન તોડી પાડ્યા હતા. જો કે, સીઝ ફાયરનું ઉલ્લંઘન થતાં જ ક કચ્છ અને બનાસકાંઠા જિલ્લાના 24 સરહદી ગામો તેમજ પાટણના સાંતલપુર તાલુકાના 70થી વધુ ગામોમાં બ્લેક આઉટ કરાયો છે. બીજી તરફ ભૂજમાં સાયરન વગાડીને લોકોને ચેતવણી આપવામાં આવી હતી. 

    પાકિસ્તાને ફરી સીઝ ફાયરનું ઉલ્લંઘન કર્યું. જેને પગલે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી ફરી સ્ટેટ ઇમરજન્સી સેન્ટર પહોંચ્યા હતા. જ્યાં તેમના અધ્યક્ષ સ્થાને આપત્કાલીન બેઠક મળી હતી. આ સમયે મહેસુલ અધિક સચિવ જયંતી રવિ, રાહત કમિશનર આલોક પાંડે સહિતના અધિકારીઓ હાજર રહ્યા હતા. ગૃહરાજ્યમંત્રીએ ગૃહ રાજ્યમંત્રી કચ્છના કલેક્ટર અને એસપી સાથે ટેલીફોનીક વાતચીત કરી હતી. કચ્છમાં ફરી ડ્રોન દેખાતા સ્થાનિક સ્તરે પરિસ્થિતિની જાણકારી મેળવી હતી.

    ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ ટ્વીટ કરીને જણાવ્યું કે, કચ્છ જિલ્લામાં કેટલાક ડ્રોન જોવા મળ્યા છે. અત્યારથી જ સંપૂર્ણ બ્લેકડાઉન લાગુ કરવામાં આવશે. સુરક્ષિત રહો, ગભરાશો નહીં. કચ્છ જિલ્લામાં ડ્રોન દેખાયા બાદ જિલ્લા કલેક્ટરે પણ તાત્કાલિક અસરથી સમગ્ર જિલ્લામાં બ્લેકઆઉટ જાહેર કર્યું છે અને તેનું ચુસ્તપણે પાલન કરવા માટે નાગરિકોને અપીલ કરી છે.

    આજે સાંજે જ અમેરિકાના પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા બંને દેશો વચ્ચે યુદ્ધ વિરામ થયું હોવાની જાહેરાત કરવામાં આવી હતી. જે બાદ પાકિસ્તાન તથા ભારત બંને દેશો તરફથી આ અંગે પુષ્ટિ કરવામાં આવી હતી અને સાંજે 5 વાગ્યાથી બંને દેશો યુદ્ધ વિરામ માટે સંમત થયા હોવાનું જણાવાયું હતું. જોકે આ જાહેરાતના 3 કલાકમાં જ ફરીથી પાકિસ્તાન દ્વારા કાયરતાપૂર્વકની હરકત શરૂ કરી દેવામાં આવી છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 20-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 21-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 22-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 23-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 24-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 25-05-2025 Max Temp : °C Min Temp : °C
apply