મોબાઈલ ટુ સ્પોર્ટ્સ અન્વયે હવે રાજ્યમાં યુવા શક્તિને ઘેર બેઠા રમતગમતની તજજ્ઞ તાલીમ મળશે
Live TV
-
રમતવીરોને સરકારી સેવાઓ સહિતની નોકરીઓના માર્ગદર્શન માટે રોજગાર માર્ગદર્શન કેન્દ્રનો પ્રારંભ કરવામાં આવ્યો છે. રાજ્યના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગના ઉપક્રમે મોબાઈલ ટુ સ્પોર્ટ્સ, રમતવીરો માટે રોજગાર માર્ગદર્શન કેન્દ્રો અને ગ્રામ્ય રમત ગમત વિકાસ યોજનામાં ૫૦૦ ગામડાઓમાં રમતના મેદાનો વિકસિત કરવાના ત્રિવિધ વિકાસકામોનું મુખ્યમંત્રી દ્વારા ગાંધીનગરથી વિડીયો કોન્ફરન્સ ઈ-લોન્ચિંગ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મુખ્યમંત્રીએ રમત ગમત રાજ્યમંત્રી ઈશ્વરસિંહ પટેલની ઉપસ્થિતિમાં આ નવતર પહેલના ફેઈસબુક પેજ પણ લોન્ચ કર્યા હતા. મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, રાજ્યના હોનહાર પ્રતિભાવંત રમતગમત ખેલાડીઓ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાએ રાજ્યનું નામ રોશન કરે તેવી સઘન તાલીમ અને તેમની રોજગારીની ચિંતા રાજ્ય સરકાર કરશે. તેમણે જણાવ્યું હતું કે, સ્ટાર્ટઅપ- ઇનોવેશન અને યુનિવર્સિટીઝમાં નંબર વન ગુજરાતને સ્પોર્ટસ રમત ગમત ક્ષેત્રે પણ નંબર વન બનાવવું છે. જેથી રમત ગમત પ્રવૃતિના વિકાસ માટે ૫૦૦ કરોડનું બજેટ પણ ફાળવવામાં આવ્યું છે.