અમદાવાદ અને વડોદરા ખાતે એનસીસી કેડેટ્સને તાલીમ આપવાના હેતુથી બે ફ્લાઇટ સિમ્યુલેટર ઇન્સટોલ કરવામાં આવ્યાં
Live TV
-
એનસીસીના વિદ્યાર્થીઓને સતત તાલિમબધ્ધ કરવા માટે એનસીસી ગુજરાત નિદેશાલય સતત કાર્યરત રહે છે. અમદાવાદ અને વડોદરા ખાતે કેડેટ્સને તાલીમ આપવાના હેતુથી બે ફ્લાઇટ સિમ્યુલેટર ઇન્સટોલ કરવામાં આવ્યાં છે. રાજ્ય સરકારના સહયોગથી અમદાવાદ ખાતે બનેલા ફ્લાઇટ સિમ્યુલેટરનું ઉદ્ઘાટન એનસીસી ગુજરાતના એડીજી રોય જોસેફે કર્યું હતું. અમદાવાદ ખાતે ઇન્સટોલ થયેલું સિમ્યુલેટર ઝેન એર સીએચ 701 પ્રકારનું છે જેમાં એનસીસીના કેડેટ્સને તાલીમ આપવામાં આવશે. આ સિમ્યુલેટર સમગ્ર દેશમાં પ્રથમ વખત ગુજરાત નિદેશાલયમાં મુકવામાં આવ્યું છે. સિમ્યુલેટરમાં ગ્રાઉન્ડ સ્તરે સલામતી સાથે વધુ અનુભવી પાઇલટને ઇમરજન્સી પ્રક્રિયાઓને માટે તાલીમ આપવામાં આવશે. આ ઉદ્ઘાટન પ્રસંગે અમદાવાદના કમાન્ડીંગ ઓફિસર ગ્રુપ કેપ્ટન જે. એચ. માંકડ તથા ડીફેન્સ ના પીઆરઓ પુનીત ચઢ્ઢા ઉપસ્થિત રહ્યા હતા.