Skip to main content
Settings Settings for Dark

મોરબીના સિરામિક ઉદ્યોગકારોની માંગણીઓનો ગુજરાત ગેસ કંપનીએ કર્યો સ્વીકાર

Live TV

X
  • મોરબીના સિરામિક ઉદ્યોગની રજૂઆત બાદ ગુજરાત ગેસ લીમીટેડ દ્વારા ત્રણ માંગો સ્વીકારવામાં આવી છે. જેમાં ગેસ કંપની સાથે એગ્રીમેન્ટ કરતી કંપનીઓને ફાયદો થશે જેમાં ગેસની ગણતરી જે હાલમાં દૈનિક ધોરણે થાય છે તેને બદલે માસિક ધોરણે કરવામાં આવ્યું છે. 

    તેમજ પ્લાન્ટ મેન્ટેનન્સની નોટિસનો સમયગાળો ત્રીસ દિવસથી ઘટાડીને સાત દિવસનો કરવામાં આવ્યો તે ઉપરાંત વિલંબિત ચુકવણી ઉપર લાગતા વ્યાજનો દર 24 ટકા થી ઘટાડીને 18 ટકા કરવામાં આવ્યો છે. જેથી સિરામિક ઉદ્યોગને રાહત મળી છે. 

    મોરબીનો સિરામિક ઉદ્યોગ ગુજરાત ગેસ કંપનીનું સૌથી મોટો ગ્રાહક છે અને સૌથી વધુ ગેસનો વપરાશ કરતા સિરામિક ઉદ્યોગ માટે ગુજરાત ગેસે રાહતના સમાચાર આપ્યા છે. જેથી મંદીનો માર સહન કરી રહેલા સિરામિક ઉદ્યોગમાં નવો પ્રાણ ફૂંકાયો છે અને ઉદ્યોગકારોએ ગેસ કંપનીનો આભાર વ્યક્ત કર્યો છે. 
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 25-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 26-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
apply