મુખ્યમંત્રી રૂપાણીએ સ્ટેચ્યુ ઓફ યુનિટીની લીધી મુલાકાત
Live TV
-
સ્ટેચ્યુ ઓફ યુનિટીના લોકાર્પણને એક મહિનો પૂર્ણ થતાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લીધી હતી. મુખ્યમંત્રીએ સાધુ બેટ કેવડીયામાં વિવિધ પ્રવાસન સુવિધાઓનું બારીકાઇથી નિરીક્ષણ કરીને યાત્રીઓને મળતી સુવિધાઓનો વ્યાપ વિસ્તારવા સુચનાઓ આપી હતી. સાથોસાથ આગામી 20થી 22 ડિસેમ્બર સુધી યોજાનારી રાષ્ટ્રીય ડીજી કોન્ફરન્સના ઉદઘાટન માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવવાના હોય ઉદ્દઘાટન કાર્યક્રમ વ્યવસ્થાની સમીક્ષા પણ કરી હતી. મુખ્યમંત્રીએ કેવડીયાને વિશ્વ પ્રવાસન ધામ બનાવવા વર્લ્ડ ક્લાસ સુવિધા વિકસાવવા માર્ગદર્શન આપીને સ્થાનિક યુવાનોની ગાઇડ્સ તરીકેની કામગીરી નિહાળીને પ્રેરણાદાયી સુચનો પણ આપ્યા હતા. આ પ્રસંગે મુખ્યમંત્રી રૂપાણીએ હળવી શૈલીમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી નિહાળવા આવેલા પ્રવાસીઓ સાથે સેલ્ફી લઇને સહજ સંવાદ સાધ્યો હતો.
