યાત્રાધામ અંબાજી ખાતે ભાદરવી પૂનમના મહામેળાનો આજે બીજો દિવસ, 40 લાખ ભક્તોએ લીધે દર્શનનો લ્હાવો
Live TV
-
ભાદરવી પૂનમ અંબાજીના મહામેળાના આજે બીજા દિવસે અંબાજીના માર્ગો પર આસ્થા, શ્રદ્ધા અને ભક્તિનો મહા સાગર ઉમટી પડ્યો છે. 'જય અંબે', 'અંબાજી દૂર હૈ જાના જરૂર હૈ', 'થાળીમાં પેંડો અંબાજી હેંડો'ના જયઘોષ સાથે પદયાત્રીઓ શ્રદ્ધા અને આસ્થાથી માના પગપાળા દર્શન કરવા જઈ રહ્યા છે. મહત્ત્વનું છે કે, યાત્રાધામ અંબાજી ખાતે ભાદરવી પૂનમના મહામેળામાં અત્યારસુધી 40 લાખથી વધુ ભક્તોએ લીધો દર્શનનો લ્હાવો લીધો છે. બાવન ગજની ધજાઓ સાથે અંબાજીમાં માનવ મહેરામણ ઉમટી પડ્યું છે. વહીવટીતંત્ર અને પોલીસ વિભાગ ખડેપગે છે.
ગુજરાતનું કાઠિયાવાડ એટલે અનેરી સંસ્કૃતિનું કેન્દ્ર કાઠિયાવાડ અને એમાંય એનો ભાતીગળ સંસ્કૃતિને ઉજાગર કરતો પહેરવેશ આગવી ઓળખ ધરાવે છે. આજે દક્ષિણ રાજકોટ ઢેબર રોડ પર આવેલ અંબા ખોડિયાર મંદિર પરની ધારેશ્વર સોસાયટી માંથી છેલ્લા 23 વર્ષથી એક અનોખો સંઘ અંબાજી પદયાત્રા એ નીકળે છે અને આ વખતે 150 જેટલા પદયાત્રીઓ આ સંઘમાં જોડાયા છે.
આ સંઘની વિશેષતા એ છે કે, અહી સંઘમાં જોડાનાર કાઠિયાવાડી પારંપરિક પોશાક અને કાઠિયાવાડી ઘરેણાં ઉપરાંત માની ગરબી માથે ઉપાડી ને જઈ રહ્યા છે. બધા જ સંઘ કરતા અલગ તરી આવતા આ સંઘમાં તમામ ઉંમરના લોકો મહિલાઓ તેમજ બાળકો પણ જોડાય છે. માની ભક્તિ અને ભાતીગળ સંસ્કૃતિ ના સમન્વય સાથે ભક્તિમાં લીન થઈ માના ગુણગાન ગાતા-ગાતા રસ્તામાં પણ લોકોને આનંદ કરાવતા અંબાજી જાય છે. અને માની યાત્રાએ જતા આપણે આપણી સંસ્કૃતિ ને જાળવીએ એવા પોશાક પહેરવાનો સંદેશ પણ આપી રહ્યાં છે.