PM મોદી 'Reinvest2024'નો કરાવશે શુભારંભ, રિન્યુએબલ એનર્જી ક્ષેત્રે ગુજરાત મોખરે
Live TV
-
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આગામી દિવસોમાં ગુજરાત મુલાકાતે છે, આ મુલાકાત દરમ્યાન તેઓ મહાત્મા મંદિર ખાતે Reinvest2024નો શુભારંભ કરાવશે. ગુજરાતમાં રિન્યુએબલ એનર્જી ક્ષેત્રે આવી રહેલા પરિવર્તન કારણે દેશમાં મોખરાનું સ્થાન પ્રાપ્ત કર્યું છે.
ગુજરાતમાં લાખો ઘરો અને વ્યવસાયના સ્થળોએ વીજળી માટે રુફટોપ સોલાર સિસ્ટમ લગાવવામાં આવી છે. સોલાર પેનલનું આયુષ્ય પણ 25 વર્ષ અને તેથી વધુ છે. તેથી તે લાંબા ગાળાનો ફાયદો છે. ઇન્સ્ટોલેશન પ્રક્રિયાને સરળ બનાવી, ટેકનિકલ સહાય પૂરી પાડી અને લાભો વિશે જાગૃતિ ઊભી કરીને ગુજરાત સરકારે રૂફટોપ સોલારને પ્રોત્સાહન આપવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે.
નાગરિકો અને ઉદ્યોગસાહસિઓ આ ઇકો-ફ્રેન્ડલી પહેલમાં જોડાય તે માટે સરકાર તેમની સાથે છે. આ યોજનાને પગલે લોકોને તો આર્થિક ફાયદો થઈ જ રહ્યો છે પણ સાથે પર્યાવરણને પણ મોટો લાભ થઈ રહ્યો છે. રિન્યુએબલ એનર્જીના ક્ષેત્રમાં ગુજરાત દેશમાં દિશા-દર્શક કામ કરી રહ્યું છે. કેન્દ્ર અને ગુજરાત સરકારના આ પ્રયાસોમાં જનભાગીદારીના કારણે ગુજરાત આજે દેશમાં મોખરે છે.