Skip to main content
Settings Settings for Dark

યુએસ ફૂડ એન્ડ ડ્રગ - USFDA ની ટીમ ગુજરાત ફુડ એન્ડ ડ્રગ કંટ્રોલ એડમિનીસ્ટ્રેશનની બે દિવસીય મુલાકાતે

Live TV

X
  • યુએસ ફૂડ એન્ડ ડ્રગ - USFDA ની ટીમ ગુજરાત ફુડ એન્ડ ડ્રગ કંટ્રોલ એડમિનીસ્ટ્રેશનની બે દિવસીય મુલાકાતે આવી છે... જે અંતર્ગત 12 અને 13 જાન્યુઆરીએ USFDA તેમજ ગુજરાત FDCA વચ્ચે ગાંધીનગર ખાતે રેગ્યુલેટરી ફોરમ યોજાઇ રહી છે. તેવું ખોરાક અને ઔષધ નિયમન કમિશનરે જણાવ્યું હતું. બેઠક દરમિયાન અધિકારીઓ એકબીજાની દવા ચકાસણીની પધ્ધતિઓ, સાઇટ પસંદગી, આયોજન, અમલીકરણ, રિપોર્ટિંગ, મૂલ્યાંકન અને રેગ્યુલેટરી એકશન, તથા કેસ સ્ટડી ઉપર ચર્ચા કરશે. ઉલ્લેખનીય છે કે  દેશમાં  ગુજરાત રાજ્ય ફાર્માસ્યુટિકલ ઉદ્યોગ અને મેડિકલ ડિવાઇસના ક્ષેત્રમાં મોખરાનું સ્થાન ધરાવે છે. આ ઉપરાંત USFDAના અધિકારીઓ આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ અને આરોગ્યના અધિક મુખ્ય સચિવ મનોજ અગ્રવાલની શુભેચ્છા મુલાકાત પણ લેશે.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 30-04-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-05-2026 Max Temp : °C Min Temp : °C
apply