રાજકોટમાં એસઓજીએ 44 લાખના હેરોઈન સાથે બે શખ્સની કરી ધરપકડ
Live TV
-
રાજકોટમાં હેરોઈનના જથ્થા સાથે એસઓજી પોલીસે બે આરોપીઓની ધરપકડ કરી છે. આ બંને પાસેથી 44 લાખની કિંમતનું હેરોઈન જપ્ત કરાયું છે. મહેશ ભોજવીયા અને ઈમ્તિયાઝ દોઢીયા નામના બે શખ્સોની પોલીસે ધરપકડ કરી છે.
આ બંને શખ્સો પાસેથી કુલ 440 ગ્રામ જેટલું હેરોઈન મળી આવ્યું હતું, જે પોલીસે જપ્ત કરી લીધું છે. ઉલ્લેખનીય છે કે, આ અગાઉ જંગલેશ્વર વિસ્તારમાંથી રાજકોટ પોલીસને મોટા પ્રમાણમાં ગાંજાનો જથ્થો હાથ લાગ્યો હતો.
