જૂનાગઢના ગીરની લીલી પરિક્રમા થઇ શરૂ, મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટ્યા
Live TV
-
જૂનાગઢના ગરવા ગીરનારના જંગલમાં લીલી પરીક્રમા શરૂ કરાશે. આ પરિક્રમા વિધિવત રીતે 19 થી 23 નવેમ્બર એટલે કે 5 દિવસ દરમિયાન યોજાશે. ભવનાથમાં એક લાખ જેટલા પ્રવાસીઓ આવી ગયા છે ત્યારે વન વિભાગ દ્વારા યાત્રાળુઓ માટે બે દિવસ વહેલા એટલે કે આજથી દરવાજા ખોલી નાખવામાં આવ્યા છે.
વન વિભાગના જણાવ્યા અનુસાર સાધુ સંતો અને અધિકારીઓની હાજરીમાં વિધિવત રીતે ગિરનાર જંગલના પ્રવેશ દ્વાર ખોલવામાં આવ્યા હતા. આ ઉપરાંત ગિરનારના જંગલમાં રહેતા 50 થી વધારે સિંહ તેમજ દીપડા અને અન્ય જંગલી જાનવરો દ્વારા યાત્રાળુઓને કોઈ નુકશાન ન થાય તેમજ જાનવરોને કોઈ કનડગત ન થાય તે માટે વન વિભાગે વધારાની ટ્રેકર્સ ટીમો તેમજ બીજા જિલ્લામાંથી મોટી સંખ્યામાં સ્ટાફને બોલાવી ખાસ તૈયારીઓ કરી છે.
પરિક્રમા જંગલમાંથી પસાર થતી હોવાથી જંગલમાં પ્લાસ્ટિક લઇ જવા ઉપર સંપૂર્ણ પ્રતિબંધ લાગુ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત અનેક પ્રકારની અપાયેલ સુવિધાઓથી પ્રવાસીઓ પણ ખુશ જોવા મળી રહ્યા છે.
