રાજકોટ: તાઉતે વાવાઝોડાના પગલે હેમ રેડિયોના 100 કર્મીઓ તંત્રની મદદ માટે સજ્જ
Live TV
-
કુદરતી આફતમાં હંમેશા સરકારી તંત્રની પડખે રહે છે હેમ રેડિયો
રાજ્ય પર આવેલી કોઈપણ કુદરતી આફતમાં સરકારી તંત્રને મદદરૂપ થવા માટે હેમ રેડિયોના અધિકારીઓ અને કર્મીઓની સદા ઉત્તમ કામગીરી રહે છે. રાજકોટ એમેચ્યોર રેડીયો સ્ટેશન ઘણા વર્ષોથી રાજકોટમાં કાર્યરત છે. ત્યારે ગુજરાત પર આવનાર સંભવિત "તાઉતે" વાવાઝોડાના પગલે એમેચ્યોર રેડિયો સ્ટેશનના પ્રેસિડન્ટ એન.એન.ઝાલા, સેક્રેટરી રમેશ જાટિયા સહિત હેમ રેડિયોના 100 કર્મીઓ તંત્રની મદદ માટે સજ્જ છે.
