ગુજરાતના તમામ જિલ્લાઓના વહીવટી તંત્રને સ્ટેન્ડ-ટુ રહેવાના આદેશ
Live TV
-
ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજ્યના ઉચ્ચ અધિકારીઓ સાથે તાકીદની સમીક્ષા બેઠક કરી હતી
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ગાંધીનગરમાં સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ખાતે રાજ્યના ઉચ્ચ અધિકારીઓ સાથે તાકીદની સમીક્ષા બેઠક કરી કરી હતી. આ બેઠકમાં ગુજરાત પર આગામી કલાકોમાં "તાઉતે" વાવાઝોડાની સંભાવનાને પગલે તમામ જિલ્લાઓના વહીવટી તંત્રને સ્ટેન્ડ-ટુ રહેવાના આદેશો કરવામાં આવ્યા છે.
આ બેઠકમાં મુખ્ય સચિવ અનિલ મુકીમ, મુખ્યમંત્રીના મુખ્ય અગ્ર સચિવ કે. કૈલાસનાથન, મુખ્ય અધિક સચિવ પંકજ કુમાર સહિતના વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
