તાઉતે ચક્રવાત: ઉર્જામંત્રીએ કરી તમામ તૈયારીઓ; રાજકોટથી જ PGVCL કંટ્રોલ રૂમનું થશે મોનિટરિંગ
Live TV
-
સૌરાષ્ટ્ર-કચ્છના 12 જિલ્લાની 391 કોરોના હોસ્પિટલમાં વીજ પુરવઠો કાયમ રહે તે માટે પગલાં લીધા તેમજ વિજવિક્ષેપ અટકાવવા માટે એક્શન પ્લાન તૈયાર કરાયો
આજે રાજકોટ ખાતે ઊર્જામંત્રી સૌરભ પટેલે વાવાઝોડા સંદર્ભમાં એક પ્રેસ કોન્ફરન્સ ચોજી હતી. તેમણે જણા્વ્યું હતું કે, તાઉતે ચક્રવાતને ધ્યાનમાં રાખી તમામ તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી છે. જેમાં સૌરાષ્ટ્ર કચ્છના 12 જીલ્લાઓમાં કાર્યરત 391 કોરોના હોસ્પિટલમાં વીજ પુરવઠો કાયમ રહે તે માટે તકેદારીના પગલાંઓ લેવાયા છે. જેમાં 41 ઑક્સિજન પ્લાન્ટમાં વીજ વિક્ષેપ ઊભો ન થાય તે માટે વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે.
PGVCL ની 291 ડિપાર્ટમેન્ટલ અને 294 કોન્ટ્રેક્ટરની ટીમ વેરાવળ, સોમનાથ, ઉનાં, મહુવા, દ્વારકા, ખંભાળિયા, નલિયા, ગાંધીધામ અને મુન્દ્રા તૈનાત રહેશે. જેટકો દ્વારા વિજ-વિક્ષેપ અટકાવવા માટે એક્શન પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે, અને સાઈક્લોન માટે કમિટીની રચના કરવામાં આવી છે. પાણી ભરાવાની શક્યતાને પગલે સબ સ્ટેશનોમાં પણ વોટર પમ્પ તૈયાર રાખવામાં આવ્યા છે. તો કોવિડ હોસ્પિટલમાં 2 ફીડરમાંથી વીજ પુરવઠો આપવામાં આવશે. વધુમાં તેમણે જણાવ્યું હતું કે, તે રાજકોટથી જ PGVCL કંટ્રોલ રૂમનું મોનિટરિંગ કરશે.
