Skip to main content
Settings Settings for Dark

મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં ભાવનગર કલેક્ટર કચેરી ખાતે યોજાઈ ઉચ્ચસ્તરીય બેઠક

Live TV

X
  • જિલ્લામાં પ્રવર્તમાન કોરોના પરિસ્થિતિનો તાગ મેળવી સ્થાનિક વહીવટી તંત્રને જરૂરી માર્ગદર્શન કરી સૂચનાઓ આપી. સાથે જ 'તાઉતે' વાવાઝોડા અંગે કરેલી તૈયારીઓની પણ સમીક્ષા કરી

    સમીક્ષા બેઠક યોજાઈ હતી. ભાવનગર શહેર તેમજ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં કોરોનાના કેસ, ટેસ્ટિંગ, ટ્રેસિંગ, કોવિડ ડેડિકેટેડ હોસ્પિટલો, બેડની સંખ્યા, ઓક્સિજનની સુવિધા, વેન્ટીલેટર, દવાઓ, સારવારની સુવિધા, આરોગ્ય સ્ટાફ સહિતની વિગતો મેળવીને કોરોના નિયંત્રણ અને જરૂરી વ્યવસ્થા ઉપલબ્ધ કરાવવા વહીવટી તંત્રને માર્ગદર્શન કરીને સૂચનાઓ આપવામાં આવી છે. 
    ભાવનગર જિલ્લામાં 'મારૂં ગામ કોરોના મુક્ત ગામ' અભિયાનને વધુ બળ મળે તે માટે વહીવટીતંત્ર અને ગામ લોકોના સહકારથી કાર્યરત કોમ્યુનિટી કોવિડ કેર સેન્ટર અંગે મુખ્યમંત્રી વિજય રુપાણીએ વિગતો મેળવીને જરૂરી સૂચન કર્યાં હતા. વધુમાં તેમણે 'તાઉતે' વાવાઝોડા અંગે વહીવટી તંત્રની તૈયારીઓની પણ સમિક્ષા કરીને સ્ટેન્ડબાય રહેવા જરૂરી સૂચનાઓ આપી હતી. આજે મુખ્યમંત્રી સંબંધિત વિવિધ જિલ્લા કલેક્ટરો સાથે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી સંભવિત તાઉતે વાવાઝોડાની તૈયારીઓની પણ સમીક્ષા કરશે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 08-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-07-2026 Max Temp : °C Min Temp : °C
apply