Skip to main content
Settings Settings for Dark

રાજકોટ સિવિલમાં E&T વિભાગમાં સર્જરી માટે ઓપેરશન કેમેરા વિથ એન્ડોસ્કોપી યુનિટ અને કોબ્લેટર અત્યાધુનિક મશીનનું આજે લોકાર્પણ

Live TV

X
  • અત્યાધુનિક સર્જરી મશીનથી મ્યુકરમાઇકોસિસ, નાકમાં દૂરબીનથી કરાતી સર્જરી, બાળકોના કાકડાની સર્જરી થશે સરળ

    રાજકોટ સિવિલ ખાતે આજે બપોરે 4 કલાકે કલેકટર રેમ્યા મોહનની ઉપસ્થિતિમાં રૂ. 25 લાખની કિંમતના કેમેરા વિથ એન્ડોસ્કોપી યુનિટ અને કોબ્લેટર યુનિટનું લોકાર્પણ કરવામાં આવશે. સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ ખાતે ઈ.એન.ટી. વિભાગમાં સર્જરીમાં વપરાતા આ પ્રકારના મશીન સિવિલમાં ઉપલબ્ધ થતા નાક અને ગળાની વિવિધ સર્જરી હવે ઝડપી અને સરળ બનશે તેમ અધિક્ષક આર. એસ. ત્રિવેદીએ જણાવ્યું છે.

     મ્યુકરમાઇકોસિસમાં નાકમાં દૂરબીનથી કરાતી સર્જરી, બાળકોના કાકડાની દૂરબીન વડે કરાતી સર્જરી મોટા સ્ક્રીન પર મેગ્નિફાઈ કરી ડોક્ટર્સ જોઈ શકે છે. જયારે કોબ્લેટર દ્વારા કરાતી સર્જરીમાં બ્લીડીંગ અટકાવી શકાતું હોઈ વધારે લોહી વહી જતું મશીન દ્વારા જ અટકાવી દેવાના કારણે દર્દીના જીવના જોખમમાં ઘટાડો થશે. હાઈ રિસ્ક સર્જરી માત્ર ખાનગી હોસ્પિટલ માંજ થતી હતી, જે હવે સિવિલ હોસ્પિટલ ખાતે કરી શકાશે તેમજ ઈ.એન.ટી. વિભાગના ડો. સેજલ મિસ્ત્રીએ આ મશીનની ઉપયોગીતા વિષે જણાવતા કહ્યું હતું.

    આ બંને યુનિટ અમેરિકા સ્થિત જોય ઓફ હેલપિંગ ફાઉન્ડેશન ના સહયોગથી વસંતભાઈ અને પ્રભાબેન રાઠી દ્વારા સિવિલ હોસ્પિટલને ડોનેટ કરવામાં આવ્યા છે

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-07-2026 Max Temp : °C Min Temp : °C
apply