રાજ્યમાં કોરોનાનાં 185 નવા દર્દીઓ સાથે રિકવરી રેટ 98.04 ટકા થયો
Live TV
-
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાનાં 185 નવા દર્દીઓ નોંધાયા છે, જયારે 651 દર્દીઓ સાજા થઇને ઘરે પરત ફર્યા છે. આરોગ્ય વિભાગની પરિણામલક્ષી કામગીરીના પરિણામે રાજ્યમાં સાજા થવાનો 98.04 ટકા પર પહોંચ્યો છે. અત્યાર સુધીમાં રાજ્યમાંથી કુલ 8,06,193 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી સ્વસ્થ થયા છે.
નોંધાયેલા નવા કેસ પૈકી અમદાવાદ કોર્પોરેશનમાં 38, સુરત કોર્પોરેશનમાં 27, વડોદરા કોર્પોરેશનમાં 11, રાજકોટ કોર્પોરેશનમાં 8, જૂનાગઢ કોર્પોરેશનમાં 4, જામનગર કોર્પોરેશનમાં 3, ભાવનગર કોર્પોરેશનમાં માત્ર એક અને ગાંધીનગર કોર્પોરેશનમાં આજે એક પણ નવો કેસ નોંધાયો નથી.આ ઉપરાંત રાજ્યમાં રસીકરણ અભિયાન પણ પૂરજોશમાં ચાલી રહ્યું છે. ત્યારે છેલ્લા 24 કલાકમાં રાજ્યના 1,96,382 લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે. જયારે અત્યાર સુધીમાં કુલ 2,20,68,302 લોકોને કોરોના વિરોધી રસી આપી કોરોના સામે રક્ષિત કરવામાં આવ્યા છે.
અત્રે ઉલ્લેખનીય છે કે મુખ્યમંત્રી વિજય રૂપાણીના નિર્ણય અનુસાર આવતી કાલથી વોક ઈન વેક્સિનેશન કેમપેઇન શરુ થવા જય રહ્યું છે.
