ધોરણ 12 ના પરિણામથી અસંતુષ્ટ હોય તેવા વિદ્યાર્થીઓની લેવાશે અલગથી પરીક્ષા
Live TV
-
તાજેતરમાં જ કોરોનાને કારણે ગુજરાત બોર્ડની ધોરણ 12 ની પરીક્ષા રદ કરવાની સાથે ધોરણ 12 ના વિદ્યાર્થીઓને સી.બી.એસ.ઈ. પેટર્નથી પરીક્ષામાં પાસ કરવામાં આવશે તેવો નિર્ણય લેવામાં આવ્યો હતો. આ સાથે જ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 12 ના તમામ પ્રવાહના નિયમિત ઉમેદવાર માટે સરકાર દ્વારા જાહેર થયેલ ગુણાંકન પધ્ધતિ અનુસાર પરિણામ તૈયાર કરવામાં આવશે. આ પરિણામ પ્રસિધ્ધ થયેથી કોઇ વિદ્યાર્થીને પોતાના પરિણામથી અસંતોષ હોય તો તેવા વિદ્યાર્થીઓએ પરિણામ પ્રસિધ્ધ થયાના 15 દિવસમાં પોતાનું પરિણામ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગરની કચેરીમાં જમા કરાવવાનું રહેશે. આવા વિદ્યાર્થીઓ માટે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા અલગથી પરીક્ષા યોજવામાં આવશે. આ અંગેનો કાર્યક્રમ હવે આગામી થોડા સમયમાં જાહેર કરવામાં આવશે.
