Skip to main content
Settings Settings for Dark

રાજ્યમાં જામ્યું ચોમાસુ; રાજ્યના 143 તાલુકામાં વરસ્યો હળવાથી ભારે વરસાદ

Live TV

X
  • હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ગુજરાતમાં ચોમાસાનું સત્તાવાર આગમન થઇ ચૂક્યું છે. ગઈકાલે જયારે રાજ્યભરમાં 211 તાલુકાઓમાં હળવાથી ભારે વરસાદ વરસ્યો હતો. આજે પણ વહેલી સવારથી જ રાજ્યમાં મેઘરાજાની એન્ટ્રી થઈ હતી. આજે વહેલી સવારથી રાજ્યના આશરે 143 તાલુકામાં વરસાદ નોંધાયો છે, જેમાં સૌથી વધુ વરસાદ ખેડાના મહેમદાબાદમાં 5 ઈંચ જેટલો વરસાદ ખાબક્યો છે. 

    આ ઉપરાંત ખેડામાં 3.5 ઈંચ, માતરમાં અઢી ઈંચ, અમદાવાદના માંડલમાં અઢી ઈંચ, પંચમહાલના ઘોઘંમ્બામાં 2 ઈંચ, જામનગરના કાલાવાડમાં 2 ઈચ, રાજકોટમાં દોઢ ઈંચ વરસાદ વરસ્યો છે. જયારે ભાવનગરમાં સતત ચોથા દિવસે પણ શહેર અને જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો છે. ભાવનગર જિલ્લામાં ક્યાંક ઝરમર તો ક્યાંક ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. ભાવનગરમાં અત્યાર સુધીની સિઝનમાં 15% જેટલો વરસાદ વરસી જવા પામ્યો છે. સમયસર વરસાદના પગલે ધરતીપુત્રોમાં ખુશાલી જોવા મળી રહી છે અને હાલ ધરતીપુત્રો વાવણી કામમાં જોતરાયા છે.

    આ સિવાય માળીયા મિયાણા તાલુકાના વિસ્તારોમાં પણ ધોધમાર વરસાદ થતાં ખેડૂતોમાં આનંદની લાગણી છવાઈ હતી. જ્યારે રાજકોટમાં આજે દોઢ ઈંચ વરસાદ વરસતા ઠેર ઠેર પાણી ભરાયા હતા. પંચમહાલના શહેરા અને કાલોક પંથકના ગ્રામ્ય વિસ્તારમાં ધીમી ધારે વરસાદ વરસ્યો હતો, જેનાથી વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામી હતી. અમદાવાદમાં પણ દિવસ દરમિયાન વાદળછાયા વાતાવરણ વચ્ચે બોડકદેવ, સેટેલાઈટ, વસ્ત્રાપુર, શિવરંજની, હેલમેટ સર્કલ, કોમર્સ છ રસ્તા, સિંધુભવન રોડ અને થલતેજ વિસ્તારમાં વરસાદ વરસ્યો હતો.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-07-2026 Max Temp : °C Min Temp : °C
apply