Skip to main content
Settings Settings for Dark

રાજપીપળા ખાતે અખિલ ભારત ટ્રેકીંગ કેમ્પનું આયોજન

Live TV

X
  • અમદાવાદ ખાતેના ગુજરાત એનસીસીના મુખ્ય નિર્દેશક કાર્યાલય તરફથી અને ગુજરાત એનસીસીની વડોદરા બટાલીયનના સહયોગથી નર્મદા જિલ્‍લાના રાજપીપલા ખાતે નેશનલ યુથ એનસીસી એક્ટીવીટી અંતર્ગત સરદાર પટેલ નર્મદા ટ્રેક-અખિલ ભારત ટ્રેકીંગ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આ કેમ્પ ને સુરત ના મેજર જનરલ રોય જોસેફ એ ફ્લેગમાર્ચ કરાવી આજે પ્રસ્થાન કરાવી હતી જેમાં 17 રાજ્યો ના 500 થી વધુ છાત્રો જોડાયા છે અને નર્મદાના જંગલ નું ટ્રેકિંગ કરી માહિતી લઇ રહ્યા છે. આમ વિવિધ રાજ્યોની ટીમો આવી આ કેમ્પ 18 ડીસેમ્બર સુધી ચાલશે, જીતગઢ થી જુનારાજ ના જંગલોમાં આ યુવાનો પગપાળા ટ્રેકિંગ કરશે.રાજપીપળા નજીક જીતનગર પાસે આવેલ એન.સી.સી.હેડ ક્વાટર ખાતે સુરત એનસીસી ગૃપ હેડક્વાર્ટ ખાતે એન સી સી ના યુવાનો માટે ના એક ટ્રેકિંગ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આ ટ્રેકીંગ કેમ્પમાં ભાગ લેનાર છાત્રોની જુદી-જુદી ટુકડીઓ જીતનગરથી જુનારાજ, સહિતના જંગલોમાં ટુકડીઓ પણ તબક્કાવાર ટ્રેકીંગ માટે જૂનારાજ અને કેવડીયા કોલોની થઇ સરદાર વલ્લભભાઈ પટેલ ના સ્ટેટ્યૂ ઓફ યુનિટી ખાતે પહોંચશે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 26-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
apply