રાજયમાં વરસાદી માહોલ, આણંદમાં દોઢ કલાકમાં 4.72 ઈંચ વરસાદ
Live TV
-
રાજયમાં છેલ્લા ત્રણ દિવસથી વરસાદી માહોલ જામ્યો છે. રાજયના વિવિધ વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે. ત્યારે આજે વહેલી સવારથી જ આણંદ જિલ્લામાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઇ છે. શહેરમાં દોઢ કલાકમાં 4.72 ઈંચ વરસાદ ખાબકયો હતો.
રાજયમાં છેલ્લા ત્રણ દિવસથી વરસાદી માહોલ જામ્યો છે. રાજયના વિવિધ વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે. ત્યારે આજે વહેલી સવારથી જ આણંદ જિલ્લામાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઇ છે. જેને લઇને વાતાવરણમાં પણ ઠંડક પ્રસરી છે. સારા વરસાદને લઇને ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. ત્યારે વાવણીની પણ ખેડૂતો તૈયારીમાં લાગી ચુક્યા છે. તો આણંદ શહેરમાં દોઢ કલાકમાં 4.72 ઈંચ વરસાદ ખાબકયો હતો. જેને લઇને શહેરના નિચાણવાળા વિસ્તારો જળબંબાકારની સ્થિતિ સર્જાઇ હતી. નવા બસસ્ટેન્ડ સામે ઢીંચણ સમા પાણી ભરાયા હતા. ભાલેજ ઓવરબ્રીજ પાસે વરસાદી પાણી ભરાયા હતા. ઉમરીનગર વિસ્તારમાં જળબંબાકારની સ્થિતી સર્જાઇ હતી.
