Skip to main content
Settings Settings for Dark

રાજ્યની જીવાદોરી સરદાર સરોવારને પુનઃ 138.68 મીટર સુધી છલોછલ ભરવાની સંપૂર્ણ તૈયારી

Live TV

X
  • રાજ્યમાં વહેલા અને સારા ચોમાસાની આગાહી વચ્ચે નર્મદા નિગમ સજ્જ બની ગયું છે. અને આ વર્ષે રાજ્યની જીવાદોરી સરદાર સરોવારને પુનઃ 138.68 મીટર સુધી છલોછલ ભરવાની સંપૂર્ણ તૈયારીઓ કરી લીધી છે. હાલ સરદાર સરોવરમાં 2037 મિલિયન ક્યુબીક મીટર પાણીનો જથ્થો ભરેલો છે. અને જળ સપાટી 124 મીટરે છે. ત્યારે તંત્ર દ્વારા રીવરબેડ પાવર હાઉસના 2 ટર્બાઇનો ચાલુ કરી 24 કલાક જીજ ઉત્પાદન કરાઈ રહ્યું છે  આ પાવરહાઉસ ચાલુ થતા નર્મદા નદીમાં 31 હજાર કયુંસેક પાણી છોડવામાં આવતા ચોમાસા પહેલા  નર્મદા નદી બે કાંઠે વહેતી થઈ છે. અને ગોરા બ્રીજ પણ ડૂબવાની તૈયારીમાં છે. એટલે હવે નર્મદા નદીમાં પાણી ભરાતા આગામી દિવસોમાં ક્રુઝ બોટ ફરી ચાલુ થશે એવી શક્યતાઓ જોવા મળી રહી છે.જોકે ગુજરાત સરકારે આગવા આયોજન રૂપે હાલ ઉનાળુ પાક માટે ખેડૂતો ને સિંચાઈ નું પાણી આપવાનું પણ શરૂ કરી દીધું છે. જેથી આ ઉનાળુ પાક માટે ખેડૂતો ને કોઈ તકલીફ નહિ પડે.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 13-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
apply