Skip to main content
Settings Settings for Dark

110 વર્ષ જૂની બીલીમોરા-વઘઇ નેરોગેજ ટ્રેનને લઇ પશ્ચિમ રેલવેનો ઐતિહાસિક નિર્ણય

Live TV

X
  • કુદરતી સૌંદર્યનો આનંદ આપનારી 110 વર્ષ જૂની ઐતિહાસિક બીલીમોરા-વઘઇ નેરોગેજ ટ્રેનને લઇ પશ્ચિમ રેલવેએ ઐતિહાસિક નિર્ણય કરી ખાસ પર્યટકો માટે એસી કોચનું ટ્રાયલ રન યોજ્યું હતું. જે સફળતા પૂર્વક પાર થતા જ વધુ 3 એસી કોચ પર્યટકો માટે દોડાવવામાં આવશે. કોરોના કાળ દરમિયાન નેરોગેજ આર્થિક રીતે નુકસાની કરતી હોવાના કારણ સાથે પશ્ચિમ રેલવે દ્વારા રાજ્યમાં ૧૧ સ્થળોએ દોડતી નેરોગેજ ટ્રેન બંધ કરવામાં આવી હતી પરંતુ નવસારીના બીલીમોરાથી જતી બીલીમોરા - વઘઇ નેરોગેજ ટ્રેન 110 વર્ષ જૂની તેમજ ટ્રાયબલ વિસ્તાર સાથે જોડાયેલ ઐતિહાસિક ટ્રેન હોય જેને લઇ બંધ કરવાનો નિર્ણય મોફુક રખાયો હતો. પરંતુ હવે પશ્ચિમ રેલવેએ ઐતિહાસિક નિર્ણય કરી ખાસ પર્યટકો માટે એસી કોચનું ટ્રાયલ રન આજે પશ્ચિમ રેલવેના અધિકારીઓ દ્વારા કરવામાં આવ્યો જે સફળતા પૂર્વક પાર થતા જ વધુ 3 એસી કોચ સાથે પર્યટકો માટે દોડાવવામાં આવશે. જેની સત્તાવાર જાહેરાત ટૂંક સમયમાં પશ્ચિમ રેલવે દ્વારા કરવામાં આવશે તેમજ એસી કોચના ટિકિટ ની કિંમત પણ સત્તાવાર જાહેરાત ટૂંક સમયમાં પશ્ચિમ રેલવે દ્વારા કરવામાં આવશે.

    ગાયકવાડી રાજમાં ડાંગના જંગલોમાંથી સાગી લાકડા લાવવા અંગ્રેજોએ શરૂ કરેલી બીલીમોરા-વઘઇ નેરોગેજ ટ્રેન આર્થિક નુકસાની કરતી હોવાના કારણે પશ્ચિમ રેલવેએ અગાઉ ગત 10 ડિસેમ્બરના રોજ બંધ કરી હતી. બીલીમોરા-વઘઇ નેરોગેજ ટ્રેન આદિવાસીઓ માટે જીવાદોરી સમાન હતી. આ સાથે આ ટ્રેન ઐતિહાસિક ધરોહર હોવાથી પ્રવાસીઓને પણ આકર્ષિત કરી રહી હતી. આદિવાસીઓ પોતાની ખેત પેદાશો શહેરો સુધી પહોંચાડવાથી લઇને ધંધા-રોજગાર અને નોકરીએ જવા માટે પણ નેરોગેજ ટ્રેનનો ઉપયોગ કરતા હતા જેથી પશ્ચિમ રેલવે દ્વારા ફરી આ ટ્રેન પ્રવાસીઓને આકર્ષવા માટે આવી રહી છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 14-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
apply