રાજ્યમાં આગામી 15 મે સુધી ફટાકડા ફોડવા અને ડ્રોન ઉડાડવા પર પ્રતિબંધ
Live TV
-
ભારત અને પાકિસ્તાન વચ્ચેની તણાવ ભરી સ્થિતિને લઈને ગાંધીનગર સ્ટેટ ઇમર્જન્સી ઓપરેશન સેન્ટરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્ય સરકારના વિવિધ વિભાગોના વરિષ્ઠ સચિવો સાથે સમીક્ષા બેઠક કરી
ભારત અને પાકિસ્તાન વચ્ચેની તણાવ ભરી સ્થિતિને લઈને ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્ય સરકારના વિવિધ વિભાગોના વરિષ્ઠ સચિવો સાથે સમીક્ષા બેઠક કરી.ભારત અને પાકિસ્તાન વચ્ચેની તણાવ ભરી સ્થિતિને લઈને સુરક્ષાને ધ્યાને રાખીને ગુજરાતના સરહદી ગામોમાં સુરક્ષાદળોનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. તેમજ ભુજ એરપોર્ટને સેનાને હવાલે કરી દેવામાં આવ્યું છે. સોશિયલ મીડિયોમાં અફવા અને સેનાનું મનોબળ તૂટે ટેવી પોસ્ટ કરનારા ચાર લોકો સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે. આવા લોકો સામે કડક કાર્યવાહી કરવા ગૃહમંત્રીએ જિલ્લા પોલીસ વડાઓને આદેશે આપ્યો છે.આ સાથે આગામી 15 મે સુધી લગ્ન સહિતના પ્રસંગોમાં ફટાકડા ફોડવા અને ડ્રોન ઉડાડવા પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે.
જો ઇમર્જન્સીની સ્થિતિ થાય તો તેને પહોંચી વળવા રાજ્યના તમામ તબીબો, પેરામેડિકલ તથા અન્ય અધિકારી-કર્મચારીઓની માંદગી સિવાયની તમામ પ્રકારની રજાઓ રદ કરવામાં આવી છે. તેઓને ફરજ પર તાત્કાલિક હાજર થવા આદેશ આપવામાં આવ્યો છે.આરોગ્ય વિભાગને દવાઓનો પૂરતો સ્ટોક, ડોકટરોની ટીમો, લાઈટ કટ થાય તો જનરેટરોની વ્યવસ્થા કરવા સહિતની સૂચનાઓ આપી દેવામાં આવી છે.