રાજ્યમાં આજથી સરકાર દ્વારા ટેકાના ભાવે મગફળી ખરીદીનો પ્રારંભ
Live TV
-
આજથી સરકાર દ્વારા ટેકાના ભાવે મગફળીની ખરીદીનો પ્રારંભ થયો છે. રાજ્યમાં ટેકાના ભાવે મગફળીના વેચાણ માટે લાખ્ખો ખેડૂતોએ નોંઘણી કરાવી છે. લાભપાંચમથી મુહુર્ત કર્યાં બાદ ત્રણ મહિના સુધી ખરીદી ચાલશે.
મહેસાણામાં મગફળી વેચાણ માટે નવ હજાર છસ્સો છોત્તેર ખેડૂતોએ અત્યારસુધીમાં નોંધણી કરાવી છે. વિજાપુરમાં 7600, ખેરાલુમાં 448 અને સતલાસણામાં 1309 ખેડૂતોએ ટેકાના ભાવે મગફળી વેચવા નોંઘણી કરાવી છે. ખેડૂતોને ધસારો ટાળવા મગફળી વેચાણ માટે એસએમએસથી જાણ કરવામાં આવશે. ગત વર્ષે જિલ્લામાં 6593 ખેડૂતો નોંધાયા હતા.
મોરબી જીલ્લામાં આજે લાભપાંચમથી માર્કેટીંગ યાર્ડમાં સરકાર દ્વારા ટેકાના ભાવે મગફળીની ખરીદી શરુ થઇ ચુકી છે. પ્રથમ દીવસે ટેકાના ભાવે મગફળી ખરીદી માટે ૨૫ જેટલા ખેડૂતોને બોલાવવામાં આવ્યા હતા. વ્યવસ્થાનાં ભાગ રુપે નોંધણી કરાવી ચુકેલા ખેડૂતોને માર્કેટ યાર્ડ બોલાવવામાં આવ્યા હતા.
તાજેતરમાં કમોસમી વરસાદી માવઠાથી ધરતીપુત્રોનાં મોઢે આવેલો કોળીયો ઝુટવાઈ જવા જેવી સ્થિતિ સર્જાયેલી છે. તેવામાં ટેકાના ભાવે મગફળી વેચવા આવનારા ખેડૂતોની પાંખી હાજરી જોવા મળી રહી છે. જોકે યાર્ડમા હરરાજી મા ઉઘડતા બજારે આજે લાભપાંચમ નાં સોદામાં મગૃલીના ભાવ રૃપિયા ૮૦૦ થી ૯૦૦ સામે સરકાર દ્વારા ટેકાના ભાવે રૃપિયા ૧૦૧૮ના ભાવે ખરીદી શરુ કરવામાં આવતા ધરતીપુત્રેા આનંદમાં હતા.
વ્યાપારી એસોસીએશનના રજનીભાઈએ પણ ચાલુ વર્ષે માવઠાના કહેર વચ્ચે ખેડુતોને અન્યાય ના થાય તે જોવા સરકારને અપીલ કરી હતી..ઉલ્લેખનીય છે કે મોરબી જીલ્લામાં મોરબી ખાતે બે ખરીદી કેન્દ્ર સહીત વાંકાનેર,હળવદ ખાતે એક,એક મળીને કુલ ચાર કેન્દ્ર દ્વારા ટેકાના ભાવે મગફળીની ખરીદી થઇ રહી છે.
