આજથી રાજ્યભરમાં ટ્રાફિકના નિયમોનું કડક પાલન, નિયમાનુસાર લેવાશે દંડ
Live TV
-
આજથી લાઈસન્સ, આરસી બુક, પીયુસી અને હેલ્મેટ સહિતના ટ્રાફિકના નિયમોનું કડક રીતે પાલન કરાવવામાં આવશે. ટ્રાફિક નિયમોનો ભંગ કરનાર પાસેથી નિયમાનુસાર દંડ વસૂલ કરવામાં આવશે.
રાજ્યમાં નવા ટ્રાફિકના નિયમોનું આજથી કડક રીતે પાલન થવા જઇ રહ્યું છે. આજથી વાહન ચલાવતી વખતે બેદરકારી રાખવી તમને ભારે પડી શકે છે. કારણ કે, આજથી રાજ્યમાં નવો મોટર વ્હિકલ એક્ટ લાગુ થઈ ચુક્યો છે.
આજથી રાજ્યભરની સાથે સાથે અમદાવાદ શહેરમાં પણ લોકો ટ્રાફિકના નિયમની સાથે સાથે મોટાભાગના લોકો હેલમેટ પહેરેલા જોવા મળ્યા હતા. ટ્રાફિક પોલીસ દ્વારા નવા નિયમનું ચૂસ્ત રીતે પાલન કરાવવામાં આવી રહ્યુ છે. જો કે, શહેરના IIM વિસ્તારમાં કેટલાક વાહન ચાલકો નવા ટ્રાફિક નિયમથી અજાણ હોવાનું પણ સામે આવ્યુ છે.
ભાવનગર રેંજ ડી.આઈ.જી. દ્વારા સ્પષ્ટ સંકેત આપવામાં આવ્યા છે કે ટ્રાફિકના જવાનો વિવિધ પોઈન્ટ પર પોતાની ફરજ બજાવશે અને ટ્રાફિક નિયમોનું કડક પણે પાલન કરાવશે. જે લોકો ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કરશે તેમની પાસેથી નવા નિયમ મુજબ દંડ વસુલવામાં આવશે. તેમણે ભાવનગરના લોકોને ટ્રાફિક નિયમોનું પાલન કરવા અનુરોધ પણ કર્યો હતો.
