દિવાળી વેકેશનને લઈને પર્યટન સ્થળોએ ભીડ, તીર્થધામોએ દર્શનાર્થીઓ ઉમટ્યા
Live TV
-
હાલમાં નવા વર્ષની રજાઓ ચાલી રહી છે. દિવાળીથી લાભ પાંચમ સુધીના મીની વેકેશનમાં લોકો પરિવાર સાથે ફરવાના સ્થળોએ તેમજ તીર્થધામોએ દર્શનાર્થે જતા હોય છે.
રાજ્યના સોમનાથ, દ્વારકા, ગિરનાર, ડાકોર અને ગઢડા જેવા તીર્થધામોએ અને મંદિરોએ ભક્તો દર્શનાર્થે ઉમટી રહ્યા છે, તો દિવ, સોમનાથ, દ્વારકા અને ગોપનાથના દરિયા જેવા સ્થળોએ લોકો પ્રવાસની અને ફરવાની મજા પણ માણી રહ્યા છે.
સૌરાષ્ટના પ્રવેશદ્વાર ચોટીલામાં આવેલ માં ચામુંડા માતાજીના મંદિરે પણ ભક્તો દર્શનાર્થે ઉમટી પડ્યા છે. રોજ ના હજ્જારો ભક્તો મંદિરે દર્શન કરી રહ્યા છે. કેટલાક ભક્તો તો ચોટીલા પગપાળા આવે છે. કેટલાક ભક્તો દંડવત કરતા ડુંગર ઉપર જઈને માતાજીના દર્શન કરતા હોય છે.
ચોટીલા મંદિર દ્વારા ભક્તો માટે જમવાની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. નૂતન વર્ષના પ્રથમ દિવસથી પાંચ દિવસમાં અંદાજીત ચાર લાખ થી વધુ શ્રદ્ધાળુ માતાના દર્શન કરી ચુક્યા છે. દર્શનાર્થીઓથીઓની સલામતી માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ રાખવામાં આવ્યો છે.
