Skip to main content
Settings Settings for Dark

ગીર સોમનાથઃ બાણેજ જંગલના એકમાત્ર મતદાતા મહંત ભરતદાસબાપુનું નિધન 

Live TV

X
  • ગીર સોમનાથ જિલ્લાના ઉનાના ગીર જંગલ મધ્યે આવેલા બાણેજ ગીર ખાતે એકલા રહેતા મહંત ભરતદાસબાપુનું 68 વર્ષની ઉંમરે નિધન થયું છે.

    તેઓ ઘણા સમયથી કિડનીની બીમારથી પીડાઈ રહ્યા હતા અને રાજકોટની હોસ્પિટલમાં એક મહિનાથી સારવાર લઈ રહ્યા હતા. 

    આજે બપોરના સમયે તેમણે દેહ છોડ્યો હતો. આવતીકાલે 11 વાગ્યે જામવાળા ખાતે જમદગ્નિ આશ્રમ ખાતે તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે બાણેજના જંગલ ખાતે તેઓ બાણેશ્વર મંદિરની સેવા કરતા હતા અને આ વિસ્તારના તેઓ એકમાત્ર મતદાતા હતા, જ્યાં તેમના માટે મતદાન મથક પણ ઉભું કરવામાં આવતું હતું. ભરતદાસજી મહારાજ મતદાર જાગૃતિ અભિયાનના આઇકોન હતા.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 25-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 26-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
apply