રાજ્યમાં ચોમાસાનો વિધિવત પ્રારંભ
Live TV
-
રાજ્યમાં ચોમાસાનો વિધિવત પ્રારંભ થયો છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યના 171 તાલુકાઓમાં નોંધપાત્ર વરસાદ પડ્યો છે. રાજ્યના 96 તાલુકામાં અડધા ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે.
આણંદ જિલ્લામાં 7 ઈચથી વધુ
સાબરકાંઠા જિલ્લાના વડાલી તાલુકામાં 6 ઈંચ
દેવભૂમિ દ્વારકાના ખંભાળિયામાં 5 ઈંચ
સુરત જિલ્લાના ચોર્યાસી તાલુકામાં 5 ઈંચ
બેચરાજી/ ઉમરગામ તાલુકામાં 58 મી.મી
જૂનાગઢમાં 51 મી.મી.વરસાદને કારણે આણંદ નજીક ગામડીમાં 3 વિજપોલ ધરાશાયી થતાં વીજપુરવઠો ખોરવાઈ હતો. MGVCLની ટીમે વીજપોલ ઉભા કરવાની કામગીરી તાકીદે હાથ ધરી હતી. કલ્યાણપુર તાલુકાના લાંબા ગામે વરસાદને લીધે રસ્તાઓ પર પાણી ભરાયા હતા. તો સુરેન્દ્રનગર જિલ્લામાં પણ સર્વત્ર વરસાદ વરસ્યો હતો. સાર્વત્રિક વરસાદને કારણે બફારાથી લોકોએ રાહત અનુભવી હતી અને સમગ્ર વાતાવરણમાં ઠંકડ પ્રસરી છે.
