Skip to main content
Settings Settings for Dark

NEP-2020 'પાથ્સ એન્ડ ડેસ્ટીનેશન’ પુસ્તકનું વિમોચન કેળવણીકાર ડૉ.અરુણ દવે દ્વારા કરાયું

Live TV

X
  • મૂલ્યવર્તી શિક્ષણ, બાળ સંસ્કાર અને ઘડતરમાં શ્રેષ્ડ તથા વિશ્વ ફલક પર ઉત્તમ શિક્ષણ માટે જાણીતી શાળા એટલે શેઠ સી.એન.વિદ્યાવિહાર. શેઠ સી.એન. વિદ્યાવિહાર ૧૦૯ વર્ષથી વધુ સમયથી ગાંધીજીએ દર્શાવેલ પાયાના મૂલ્યો સાથે બાળકોને શિક્ષણ પૂરું પાડે છે.
    આ વિદ્યાવિહાર દ્વારા સંસ્થાના સ્થાપકો, ધ્યેયો, કાર્ય પ્રણાલી અને વિકાસ તેમજ સંસ્થાના ટ્રસ્ટીઓ, કર્મચારીઓ તથા વિદ્યાર્થીઓની સિધ્ધીઓ દર્શાવતી પુસ્તિકા (૧) ‘શેઠ સી.એન. વિદ્યાવિહાર સંસ્થા પરિચય-૨૦૨૦’ અને  રાષ્ટ્રીય શિક્ષણ નીતિની મહત્વની બાબતોને ધ્યાનમાં લઇ રાજ્ય તેમજ રાષ્ટ્રના વિવિધ શિક્ષણવિદોના વ્યકતિગત વિચારો ધરાવતા આર્ટીકલો સાથેનું પુસ્તક ‘નેશનલ એજ્યુકેશન પોલીસી-2020’ પાથ્સ એન્ડ ડેસ્ટીનેશન’ નું વિમોચન અગ્રણી કેળવણીકાર ડો.અરુણભાઈ દવે દ્વારા કરવામાં આવ્યું.  
    ડૉ.અરુણભાઈ દવેએ જણાવ્યું કે શિક્ષણ તે સાધ્ય નહી પરંતુ, સાધન છે. કમનસીબે આપણે શિક્ષણને સાધ્ય માની લીધેલ છે. સાચું શિક્ષણ વિદ્યાર્થીને માનવ બનાવે છે, જીવન જીવતા શીખવાડે છે. શિક્ષણ માં કાલ્પનિક વાતો નહીં પરંતુ વાસ્તવિક વિચારો અને હકીકતો હોવા જોઈએ. એકસો વર્ષ કરતા વધુ વર્ષ પહેલા સ્થપાયેલી લોકભારતી, સણોસરા કે શેઠ સી.એન. વિદ્યાવિહાર જેવી સંસ્થાઓની આધુનિક આવૃત્તિ એટલે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ-2020.
    વર્ષો પહેલા સ્થપાયેલી આ સંસ્થાની કામગીરીને આજે પણ નવી શિક્ષણ પ્રણાલી સાથે અનુબંધ હોવાનું કેળવણીકાર તરીકે પોતાના વિચારોમાં ડૉ. અરુણ દવેએ વ્યક્ત કર્યું હતું.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-07-2026 Max Temp : °C Min Temp : °C
apply